ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીએ જે સ્કૂલમાં યોજાયેલી વિવિધ સ્પર્ધા કે પછી કોઇ અચિવમેન્ટ પ્રાપ્ત કર્યુ હોય તેની સાથે જોડાયેલા સર્ટીફિકેટ ખોવાઇ જતા હોય છે.
જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડે છે. તાજેતરમાં, શિક્ષણ મંત્રાલય અને ભારત સરકારે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) હેઠળ APAAR ID કાર્ડ રજૂ કર્યું છે.
APAAR ID કાર્ડની મદદથી વિદ્યાર્થીની તમામ માહિતી, સિદ્ધિઓ, પુરસ્કારો વગેરે ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએથી મેળવી શકાય છે.
તમામ વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓએ અપાર આઈડી સંબંધિત તમામ માહિતી મેળવવી જ જોઇએ. APAAR કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી અને તેને બનાવવાની પ્રક્રિયા શું છે, આજે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
APAAR શું છે?
APAAR ID કાર્ડનું પુરુનામ ‘ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક રજિસ્ટ્રી’ છે અને તે એક પ્રકારનું ડીજીટલ આઈડી કાર્ડ છે. જેની મદદથી શાળાઓ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાથી તેમના શૈક્ષણિક રેકોર્ડ, શૈક્ષણિક સિદ્ધિઓ અને અન્ય તમામ શિક્ષણ સંબંધિત રેકોર્ડ રાખી શકે છે.
માહિતી માત્ર ઓનલાઈન રાખી શકાશે. Apar ID એ આજીવન કાયમી નંબર હશે જેમાં વિદ્યાર્થીની તમામ શિક્ષણ સંબંધિત માહિતી અને સિદ્ધિઓ નોંધવામાં આવશે. આ નંબરની મદદથી એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયા પણ સરળ બનશે.
કેવી રીતે અરજી કરવી?
અપાર આઈડી કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જરૂરી રહેશે. સ્કુલ અને કોલેજો પણ વિદ્યાર્થીના માતા-પિતાની સંમતિ લીધા બાદ APAAR રજીસ્ટર કરાવી શકે છે.
જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ અપાર માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ માટે તેઓએ નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ એપ્લિકેશન માટે e-KYC પણ કરાવવું પડશે અને આ માટે તેમણે DigiLockerમાં એકાઉન્ટ બનાવવું પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્ટેપ 1: સૌ પ્રથમ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC બેંક) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને માય એકાઉન્ટ વિકલ્પ શોધો અને વિદ્યાર્થી વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં તમારે સાઈન અપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ તમારે મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને એડ્રેસ સંબંધિત માહિતી એન્ટર કરવાની રહેશે.
સ્ટેપ 3: તમારું DigiLocker એકાઉન્ટ તૈયાર થઈ જશે. આ પછી DigiLocker તમારી સંમતિ માંગશે જ્યાં તમારે ‘I Agree’ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: આ પછી તમારે તમારી શૈક્ષણિક માહિતી દાખલ કરવી પડશે જેમ કે શાળા/યુનિવર્સિટીનું નામ, વર્ગ, અભ્યાસક્રમનું નામ.
સ્ટેપ 5: ફોર્મ સબમિટ કર્યા પછી, તમારું APAAR ID તૈયાર થઈ જશે.
APAAR ID કેવી રીતે ડાઉનલોડ કરવું?
એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને અપાર કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. આ પછી તમને તમારી સ્ક્રીન પર APAAR કાર્ડ દેખાશે. જે પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને પીડીએફ ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો.