કાનુની સવાલ: જો કોઈ ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો શું કરવું? જલ્દી જાણી લો આ નિયમ…

WhatsApp Group Join Now

કોઈપણ મકાનમાલિકને ઘર ભાડે આપતા પહેલા અનેક વાતનું ધ્યાન રાખવું પડે છે. જો ઘર ભાડે આપતી વખતે અમુક વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો મુસીબતનું કારણ બની શકે છે.

મકાન ભાડે આપતી વખતે ભાડુંઆત અને મકાનમાલિક વચ્ચે એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવે છે. આને રેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિના સુધી ચાલે છે.

રેન્ટ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે ભાડાની રકમ,ભાડુઆત અને મકાનમાલિકનું નામ ઘરનું સરનામું અને રહેવાનો સમયગાળો ઉલ્લેખ હોય છે.

આ ઉપરાંત, તેમાં કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડે તો શું થશે? ચાલો જાણીએ કે જો ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડે તો શું કરવું જોઈએ?

ઘર ભાડે આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ કરવું ખુબ જરુરી છે. જો તમારો ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો તમે કાનુનની મદદ લઈ શકો છો. આ માટે તમારે વકીલ સાતે વાત કરી તમારી સમસ્યા જણાવવાની રહેશે.

ત્યારબાદ તમારા વકીલ ભાડૂતને મકાન ખાલી કરાવવાની કાનૂની નોટિસ મોકલી શકે છે. આ નોટિસ પછી, ભાડૂતે 15 થી 30 દિવસની અંદર ઘર ખાલી કરવાનું રહેશે. જો તે છતાં પણ ઘર ખાલી ન કરે, તો તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો કાનુની નોટિસ મોકલ્યા બાદ ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે. તો તમે કોર્ટમાં તેના વિરુદ્ધ રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ કેસ દાખલ કરી શકો છો. આ પ્રોસેસ બાદ તમે તમારું ઘર ભાડુઆત પાસેથી કોર્ટના ઓર્ડર મુજબ ખાલી કરાવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment