આજકાલ ખરાબ જીવનશૈલીને કારણે લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે. લોકો આ માટે વિવિધ ઉપાયો પણ અજમાવી રહ્યા છે. આજે લોકો પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે.
ખાસ કરીને વજન ઘટાડવા અને સારા સ્વાસ્થ્ય માટે આહારમાં ફેરફાર કરવો એ એક સામાન્ય વલણ બની ગયું છે. જોકે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ટૂંકા સમયમાં વજન ઘટાડી શકો છો.

આ માટે તમારે અલગથી કંઈ કરવાની જરૂર રહેશે નહીં. તમને કેટલીક યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ચોક્કસપણે અનુસરવી જોઈએ. તમને એક મહિનામાં જ ફરક દેખાવા લાગશે.
જો તમે એક મહિના માટે રાત્રિભોજનમાં રોટલી અને ભાત ખાવાનું બંધ કરશો, તો તેનાથી ફક્ત તમારા વજન પર જ અસર થશે નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. અહીં જાણો રાત્રિભોજનમાંથી રોટલી-ભાત દૂર કરવાથી શરીર પર શું અસર પડે છે.
વજન ઘટાડવા માટે લાભદાયી
રોટલી અને ભાતમાં કાર્બોહાઈડ્રટની સારૂ પ્રમાણ હોય છે. આ શરીરને ઉર્જા આપે છે, પરંતુ વધું પ્રમાણમાં તેનું સેવન કરવાથી વજન વધી શકે છે. જો તમે રોજ રાતમાં રોટલી-ભાતને સ્કિપ કરો છો તો શરીર ઓછી કેલરી લેશે અને આથી તમારૂ વજન ઝડપથી ઘટશે.
પાચન તંત્ર બનશે મજબૂત
એક્સપર્ટ પણ સલાહ આપે છે કે રાતે હળવું ખાવાનું ખાવું જોઈએ. આનાથી પાચન તંત્ર પર વધું દબાણ નથી પડતું. રોટલી અને ભાતને પચવામાં સમય લાગે છે. તમે તેની જગ્યાએ સૂપ, શાકભાજી અથવા પ્રોટીનવાળું ભોજન લઈ શકો છો. આ પેટ માટે લાભદાયી થશે. કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળશે.
બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે
જો તમે રાત્રિભોજનમાંથી રોટલી અને ભાત છોડી દો છો, તો તમારા બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહેશે. આનો ત્યાગ કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર સંતુલિત રહેશે, જે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પેટ ગાયબ થઈ જશે
જો તમારું પેટ બહાર નીકળી રહ્યું હોય તો તમારે ભૂલથી પણ રાત્રે ભરપેટ ભોજન ન લેવું જોઈએ. આનાથી તમારા પેટ કે કમર પર ચરબી વધી શકે છે. રાત્રિભોજનમાં રોટલી અને ભાત ન ખાવા તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. લો-કાર્બ ડાયેટ લો, આનાથી તમારા પેટની ચરબી ઓછી થશે.
હૃદય સ્વસ્થ રહેશે
રોટલી અને ભાતનો ત્યાગ કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. આનાથી તમારું હૃદય પણ સ્વસ્થ રહેશે. રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.