મકાન માલિકની પરમીશન વિના ભાડુઆત ભાડાન મકાનમાં શું કરી શકે અને કરે તો શું થાય તેના વિશેની તમામ તલસ્પર્સી જાણકારી આપ અહીં અહીં જાણી શકશો.
સંપત્તિમાં કોઈ સ્થાયી ફેરફાર ન કરી શકે, દિવાલોમા ભાંગતોડ કે તેનું પુનર્નિર્માણ ન કરી શકે. નવા રૂમ, બાલ્કની, કે અન્ય કોઈ સંરચનાનું નિર્માણ ન કરી શકે. ઈલેક્ટ્રીકલ વાયરીંગ, પાઈપલાઈન કે પ્લમ્બિંગમાં મોટા ફેરફાર ન કરી શકે.
સબ-લેટિંગ (Subletting) કે અન્ય કોઈને ભાડા પર ન આપી શકે
મકાન માલિકની પરમિશન વિના ભાડુઆત કોઈ ત્રીજી વ્યક્તિને ઘરનો કોઈ હિસ્સો કે સંપૂર્ણ ઘર ભાડે ન આપી શકે. જો આવુ કરે છે તો તે રેન્ટ એગ્રીમેન્ટનો ભંગ (Breach of Lease) ગણાશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકશે.

વ્યવસાયિક ગતિવિધિઓ (Commercial Use)
રહેણાંક મકાન કે બિલ્ડીંગમાં કોઈ દુકાન, ઓફિસ ગોડાઉન, ફેક્ટરી કે અન્ય વ્યવસાયિક ગતિવિધિ કોઈ શરૂ ન કરી શકે. કેટલાક કેસમા મકાન માલિકની સહમતીથી ફ્રીલાંસ કે હોમ ઓફિસની અનુમતી મળી શકે છે. પરંતુ વ્યાપારિક ગતિવિધિઓ માટે રેસિડેન્શ્યિલ પ્રોપર્ટીનો ઉપયોગ ગેરકાયદે છે.
ગેરકાયદે પ્રવૃતિઓ (Illegal Activities)
કોઈપણ પ્રકારના ગેરકાયદે કામ જેમકે જુગાર, માદક કે નશીલા પદાર્થોનું વેચાણ કે ગેરવ્યવસાય કરવાની સખ્ત મનાઈ છે. જો કોઈ એવુ થાય છે અને મકાન માલિકને જાણકારી મળે છો તે તે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
પાલતુ પ્રાણીને રાખવુ
કોઈ મકાન માલિક ભાડુઆતને પાલતુ પ્રાણીઓ, ડોગ, બિલાડીને રાખવાની પરવાનગી નથી આપતા. જો રેન્ટ એગ્રીમેન્ટમાં ‘No Pets Allowed’ લખ્યુ છે તો પરમિશન વિના તેન રાખવા એ નિયમનો ભંગ ગણાશે, જેના માટે તમારી સામે કેસ થઈ શકે છે.
ભાડાની ચુકવણીના નિયમ બદલવા
ભાડુઆત તેમની મરજીથી ભાડુ ઓછા-વત્તા ન કરી શકે. જો ભાડાની ચુકવણી નિયત સમયમર્યાદામાં નથી કરવામાં આવતી તો તે પણ નિયમનો ભંગ ગણાશે અને તેને ખાલી કરાવવાનું (Eviction) કારણ પણ બની શકે છે.
દિવાલોનો રંગ બદલવો કે પેન્ટીંગ કરવુ
પરમિશન વિના દિવાલોનો રંગ બદલવો કે નવી ટાઈલ્સ લગાવવી કે અન્ય કોઈ સ્થાયી બદલાવ નથી કરી શકાતો. કેટલાક કેસમાં મકાનમાલિક પરવાનગી આપે છે પરંતુ પેન્ટીંગનો ખર્ચ ભાડુઆતે ખુદ ભોગવવો પડે છે.
મોટી મરમ્મત કે નવીનીકરણ (Major Repairs & Renovation)
ઘરમાં કોઈ મોટુ સમારકામ જેવા કે છતની મરમ્મત, ગટરલાઈનમાં સુધારની જરૂર હોય તો પહેલા મકાન માલિકને સૂચના આપવી જરૂરી હોય છે. ભાડુઆત ખુદ મોટા ખર્ચવાળા બદલાવ ન કરી શકે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વધુ લોકોને ઘરમાં રાખવા (Over-occupancy)
અનેકવાર ભાડુઆત નક્કી કરેલી સંખ્યા કરતા વધુ લોકોને ઘરમાં રાખે છે જે રેન્ટ એગ્રીમેન્ટ વિરુદ્ધ હોઈ શકે છે. જો કોઈ મિત્ર કે સંબંધી લાંબા સમય સુધી રહેવા આવવાના હોય તો તેના માટે મકાન માલિકને અવગત કરવા જરૂરી હોય છે.
ઘર ખાલી કરવાના નિયમ
રેન્ટ એગ્રીમેન્ટની અવધિ પહેલા ઘર ખાલી કરવા માટે મકાન માલિકે પૂર્વ સૂચના આપવી જરૂરી છે. જે સામાન્ય રીતે 1 કે 2 મહિનાનો નોટિસ પિરીયડ હોય છે. જો ભાડુઆત કોઈ નોટિસ પિરીયડ આપ્યા વિના મકાન ખાલી કરે છે તો મકાન માલિક સિક્યોરિટી ડિપોઝીટમાં કાપ મુકી શકે છે.
હવે જાણીએ કે ક્યા કામો કરવા માટે મકાન માલિકની અનુમતીની જરૂર નથી હોતી.
- સામાન્ય મરમ્મત કે રખરખાવ (ટ્યુબલાઈટ, બલ્બ, દરવાજાની નાની મરમ્મત)
- ફર્નિચરને જોડવુ કે હટાવવુ
- ઘરની સફાી કે સજાવટ
- અસ્થાયી ફેરફાર, પર્દા, કાર્પેટ કે વોલપેપર લગાવવા
ભાડુાઆત સ્થાયી ફેરફાર, વ્યાપારી ઉપયોગ, ગેરકાયદે પ્રવૃતિઓ કે ભાડા સંબંધી કોઈપણ ફેરફાર મકાન માલિકની પરમિશન વિના કરી શક્તા નથી. આવુ કરતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટને ધ્યાનથી વાંચવો જોઈએ. જેથી કાયદાકીય વિવાદથી બચી શકાય છે.










