બાળકોનું આધાર કાર્ડ ક્યારે અને કેટલીવાર અપડેટ કરાવવું જરુરી? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર…

WhatsApp Group Join Now

આધાર કાર્ડ તમામના લાઇફનું અભિન્ન અંગ બની ગયું છે. દસ્તાવેજને લગતું કોઈ પણ કામ હોય, ત્યાં આધાર નંબર મહત્વની ભૂમિકા ભજવે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ આ aadhar card બનાવી શકે છે, પરંતુ શું આની કોઈ વેલિડિટી હોય છે ખરી?

અવાર નવાર આવી અફવાઓ ઉડતી આવી છે કે, આટલા વર્ષો પછી તમારુ aadhar card અમાન્ય થઈ જશે. શું ખરેખર તેવું થાય છે? આનો સીધ્ધો જવાબ છે ના. ફક્ત એક જ પરિસ્થિતિમાં આધાર અમાન્ય થાય છે કે, જ્યારે કોઈ નાના બાળકનું aadhar card વર્ષો સુધી અપડેટ ન કરાવ્યું હોય.

બાળકોનું આધાર ક્યારે અને કેટલી વાર અપડેટ કરાવવું જરૂરી?

નાના બાળકનું આધાર કાર્ડ 2 વાર અપડેટ કરાવવું જરૂરી છે. 1 વાર બાળક 5 વર્ષનો થાય ત્યારે અને બીજી વાર 15 વર્ષની ઉંમરે. આ સમયે aadhar card ધરાવનાર વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, આઇરિસ (આંખો) અને ચહેરાનો ફોટો અપડેટ કરાવવો જરૂરી બની જાય છે. જો એવું ન થાય તો તે aadhar card ઇનવેલિડેટ થઈ જાય છે.

10 વર્ષ પછી આધાર અપડેટ કરાવવું જરૂરી?

આધાર કાર્ડ આપનાર સંસ્થા UIDAIએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જો 10 વર્ષ પછી પણ આધાર અપડેટ ન કરાવો છતાં પણ તે માન્ય રહેશે. આમ તો aadhar cardને સમય સમય પર અપડેટ કરાવતું રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આધાર કાર્ડ નજીકના કોઈપણ આધાર સેવા કેન્દ્ર પર અપડેટ કરાવી શકાય છે.

બાળકો માટે આધાર અપડેટ ફ્રી

આપને જણાવી દઈએ કે 5 કે 15 વર્ષના બાળકો માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું અનિવાર્ય છે. જેથી સરકારે પણ તે માટેની પ્રોસેસ એકદમ નિઃશુલ્ક રાખી છે. તમારે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે એક પણ રૂપિયો દેવો પડતો નથી. જ્યારે મોટા કોઈપણ વ્યક્તિ એકદમ સામાન્ય ચાર્જ ચૂકવી આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આધાર કાર્ડ કેમ આપણી માટે જરૂરી?

આધાર કાર્ડ એ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક ઓળખાણ માટેનો પુરાવો છે. જેનો ઉપયોગ ઓળખ પત્ર, સરનામાં તરીકે અને વિવિધ સરકારી એવમ ખાનગી સેવાઓ માટે થાય છે. બેન્કિંગ, મોબાઇલ સિમ, સરકારી સબસિડી, ટેક્સ ભરતા સમયે અને અન્ય ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડ ફરજિયાત પણ હોવું જોઈએ.

WhatsApp Group Join Now

Leave a Comment