અનેક લોકો ચા પીવાના શોખીન હોય છે. ચા પીવાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે. સવારની ચાની ચુસકીથી વ્યક્તિનો આખો દિવસ સારો જાય છે.
ઘણા લોકો ચા પીતા જાય અને સાથે પેપર વાંચતા હોય છે. આમ, ચાના શોખીન લોકોની દુનિયા કંઈક અલગ જ હોય છે. પરંતુ ચા ટેસ્ટમાં સારી ના બને તો પીવાની મજા આવતી નથી. આ સાથે આખા દિવસનો ટેસ્ટ બગડી જાય છે.

આમ, વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ચા બનાવતી વખતે ખાંડ અને દૂધ ખોટા સમયે મિક્સ કરતા હોય છે. તો આજે અમે તમને ચા બનાવવાની પરફેક્ટ રીત વિશે જણાવીશું.
ચામાં ક્યારે ખાંડ નાખશો? સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી લો. ત્યારબાદ આ પાણીને ઉકાળવા દો. જ્યારે પાણી ઉકળી જાય એટલે તમારા સ્વાદાનુસાર બે ચમચી ચા પત્તી નાખો.
ચા પત્તી અને પાણી બરાબર ઉકળી જાય એટલે એક ગરમ દૂધ નાખો. દૂધ નાખ્યા પછી બરાબર ઉકાળવા દો. ખાસ ધ્યાન રાખો કે આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે.
ચા બરાબર ઉકળી જાય એટલે એમાં ખાંડ નાખો. સ્વાદાનુસાર ખાંડ નાખવાની રહેશે. ચા બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે આ ચા ગાળી લો. તો તૈયાર છે ગરમાગરમ ચા.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જાણો ચા બનાવતી ક્યારે આદુ નાખશો? ચામાં આદુ ક્યારે નાખશો એ જાણવું ખૂબ જરૂરી છે. ચામાં આદુ દૂધ, ખાંડ નાખ્યા પછી નાખો. ખાંડ અને દૂધ નાખ્યા પછી ચા ઉકાળો.
ત્યારબાદ આદુ નાખો અને પછી ફરીથી ઉકાળો. આમ કરવાથી ચાનો ટેસ્ટ મસ્ત આવશે અને પીવાની પણ મજા આવશે. તમે પહેલા ચામાં આદુ નાખી દેશો તો ફાટી જશે. આમ, આ બેસ્ટ રીત છે.
આમ, તમે આ રીતથી ચા બનાવશો અને ઘરે આવેલા મહેમાનને આપશો તો વખાણ કરવા લાગશે. આ ચા પીવાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે. આ ચા તમે ઘરે આવીને રાત્રે પીઓ છો તો આખા દિવસનો થાક ઉતરી જશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.