કુંભ મેળા પુર્ણ થયા બાદ ક્યાં જાય છે હજારો નાગા સાધુઓ? ક્યાં અને કેવી રીતે કરે છે નિવાસ? જાણો તમામ માહિતી…

WhatsApp Group Join Now

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. મહાકુંભ 2025નું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી છે. આ વચ્ચે અમુક સ્નાન તિથીઓનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે આ તિથીઓ પર કરેલું સ્નાન અમૃત સ્નાન કહેવાય છે.

મહાકુંભમાં વિશેષ મહત્ત્વ ત્રિવેણી સંગમના સ્નાનનું છે. અને એ સિવાય એક આકર્ષણ હોય છે નાગા સાધુઓનું. પરંતુ શું તમને ખબર છે કે મહાકુંભમાં જે અત્યારે હજારોની સંખ્યામાં નાગા સાધુઓ આવ્યા છે તે કુંભના સમાપન પછી ક્યાં જશે?

મહાકુંભ મેળો

મહાકુંભ મેળામાં દરરોજ લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે અત્યાર સુધીમાં લગભગ 11 કરોડથી વધુ લોકો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. પોષ પૂર્ણિમાના પહેલા સ્નાનમાં1 કરોડ 75 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું તો મકરસંક્રાંતિ પર 3 કરોડ 50 લાખથી વધુ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું.

નાગા સાધુ

નાગા સાધુઓ સનાતન ધર્મનું પાલન કરે છે જેમને અખાડા તરીકે ઓળખવામાં આવે છે. આ સાધુઓ નગ્ન રહે છે. તેમનું કપડાં વગરનું જીવન એ વાતનું પ્રતીક છે કે તેમણે દુન્યવી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. તેમનું જીવન તપસ્યા, ધ્યાન અને મોક્ષ પ્રાપ્તિ માટે સમર્પિત છે. નાગા સાધુઓ આખો દિવસ ધ્યાન અને સાધનામાં વિતાવે છે, જેમાં ખાસ કરીને સ્નાનનો સમાવેશ થાય છે.

ક્યાં જાય છે નાગા સાધુઓ?

હવે પ્રશ્ન એ છે કે કુંભ પછી નાગા સાધુઓ ક્યાં જાય છે. કુંભ પછી નાગા સાધુઓ તપસ્યા માટે પાછા ફરે છે. સામાન્ય રીતે કુંભ પછી નાગા સાધુઓ પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈન જેવા મુખ્ય તીર્થ સ્થળોએ નિવાસ કરે છે. તેઓ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

નાગા સાધુઓ એકાંતમાં રહેવાનું અને તપસ્યા કરવાનું પસંદ કરે છે. નાગા સાધુઓ ભગવાન શિવની તપસ્યા કરે છે. દેશમાં ફક્ત એક જ કુંભ મેળામાં આટલી મોટી સંખ્યામાં નાગા સાધુઓ ભેગા થાય છે, અને અહીં દીક્ષા લીધા પછી, તેઓ પાછા જાય છે.

WhatsApp Group Join Now

Leave a Comment