ક્યાં રેશનકાર્ડ ધારકોને મળશે આયુષ્માન કાર્ડ? આ રીતે ફટાફટ ચેક કરી લો…

WhatsApp Group Join Now

ભારત સરકાર તરફથી દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકોને આ યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકાર ઓછી કિંમતે રેશન માટે રેશન કાર્ડ જાહેર કરે છે.

દેશના કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે. ત્યારે ગરીબ-જરૂરતમંદ લોકોને ફ્રી સારવાર આપવામાં માટે આયુષ્માન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે છે.

દેશના કરોડો લોકો આ યોજનાના માધ્યમે મફતમાં સારવારની સુવિધા લઈ રહ્યા છે. આયુષ્માન ભારત યોજનામાં લાભ લેવા માટે સરકાર તરફથી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બધા જ લોકોને નથી મળતું. આની માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે. તેને પૂરી કરતાં નાગરિકોને જ આયુષ્માન કાર્ડ મળી શકે છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધી ફેબ્રુઆરી 2024થી પહેલા માત્ર રેશનકાર્ડ ધારકોને જ આયુષ્માન કાર્ડ મળી શકતું હતું. પરંતુ હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેના કારણે લાખો લોકોને ફાયદો થશે.

નવા નિયમો હેઠળ હવે માર્ચ 2024 બાદથી બનાવવામાં આવેલા નવા રેશન કાર્ડ ધ ધારક પણ આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકે છે. આ વાત જાણકારી બિહારના અલગ-અલગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોઑર્ડીનેટર્સે આપી છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હવે કોઈ પણ વ્યક્તિ કે જેને માર્ચ 2024 બાદ રેશનકાર્ડ બનાવડાવ્યું છે. તે હવે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે. આની માટે જિલ્લાઓમાં આયુષ્માન કાર્ડ માટે કેમ્પ પણ લગાવવામાં આવ્યા. અહીં જઈને રેશન કાર્ડની મદદથી આયુષ્યમાન કાર્ડ બનાવડાવી શકે છે.

આ સિવાય https://beneficiary.nha.gov.in/ પોર્ટલ અપર લૉગ ઈન કરીને પણ તમે આ વિશે જાણી શકો છો. જો તમારું નામ આ સામેલ છે. તો પછી તમે કોમન સર્વિસ સેન્ટર પર આયુષ્માન કાર્ડ બનાવડાવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment