સફેદ વાળ કાળા કોલસા જેવા થઈ જશે, બસ હળદરમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી લાંબા સમય સુધી અસર દેખાશે…

WhatsApp Group Join Now

વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ચિંતાની વાત તો એ છે કે બાળકોના વાળ પણ સફેદ થઇ રહ્યા છે. સફેદ વાળ થવા પાછળનું એક કારણ માનસિક સ્ટ્રેસ પણ છે. આ સાથે બીજા પણ અનેક કારણો જવાબદાર હોય છે.

અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ આદત તમારા વાળને સફેદ કરવાનું કામ કરે છે. સફેદ વાળ કાળા કરવા માટે લોકો ડાઇ તેમજ બીજી અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધી પ્રોડક્ટ્સ વાળને લાંબે ગાળે અનેક રીતે નુકસાન કરે છે. આમ, કાચી હળદરના આ નુસખાથી સફેદ વાળ કાળા કોલસા જેવા કરી શકો છો.

સફેદ વાળ માટે કાચી હળદર ફાયદાકારક

ભારતમાં હજારો વર્ષોથી હળદરનો ઉપયોગ થાય છે. હળદર જડીબુટ્ટીના રૂપમાં કામ કરે છે. સંશોધન પરથી એ વાતની જાણ થઈ કે હળદર અનેક ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં અનેક પ્રકારની દવાઓમાં હળદરનો ઉપયોગ થાય છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો.

કાચી હળદરમાં કોપર, આયર્ન તેમજ બીજા અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે જે વાળને કાળા કરવાનું કામ કરે છે. તો જાણો વાળ કાળા કરવા માટે કેવી રીતે હળદરનો ઉપયોગ કરશો.

કાચી હળદરમાંથી આ રીતે નેચરલ ડાઇ બનાવો

કાચી હળદરમાંથી ડાઇ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં 1 ચમચી સરસિયાનું તેલ નાખો. ત્યારબાદ આમાં 2 ચમચી કાચી હળદર નાખો અને એક મિનિટ માટે થવા દો. હવે આ હળદરને એક બાઉલમાં લઇ લો અને એમાં એક વિટામીન ઇ ઓઇલ અને અડધો લીંબુનો રસ મિક્સ કરો. તો તૈયાર છે ડાઇ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ ડાઇ વાળમાં લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરો. આ ડાઇ તમે રેગ્યુલર વાળમાં લગાવશો તો સફેદ હેર કાળા કોલસા જેવા થઇ જશે. ખાસ ધ્યાન રાખો કે આ ડાઇ એપ્લાય કરતા પહેલા પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. હળદરમાં રહેલા ગુણો વાળને સિલ્કી અને શાઇની પણ કરે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment