હોળાષ્ટક ક્યારે શરૂ થશે? હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?

WhatsApp Group Join Now

હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે

રંગોનો તહેવાર હોળી, હિન્દુ ધર્મમાં બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં હોળિકા દહન ગુરુવાર 13 માર્ચે અને ધુળેટી શુક્રવાર 14 માર્ચે ઉજવવામાં આવશે.

હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.

હોળાષ્ટક એ એવો સમયગાળો છે જેમાં લગ્ન, સગાઈ, મુંડન અને અન્ય ધાર્મિક વિધિઓ ભૂલથી પણ કરવામાં આવતી નથી. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન જે પણ સારા કાર્યો કરવામાં આવે છે, તે નિરર્થક જાય છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટકના આઠ દિવસ શરૂ થાય છે.

2025માં હોળાષ્ટક ક્યારે શરૂ થશે?

વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે 2025માં હોળાષ્ટક શુક્રવાર, 07 માર્ચથી શરૂ થઈ રહ્યા છે. તે 13 માર્ચ, ગુરૂવારના રોજ હોળિકા દહન સાથે સમાપ્ત થશે. આ દિવસથી બે દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?

સનાતન ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે હોળાષ્ટક કાળ દરમિયાન આઠેય ગ્રહો અશુભ રહે છે. આ સમય કોઈપણ શુભ કાર્ય માટે યોગ્ય નથી. તેથી આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્ય ફક્ત અવરોધો જ પેદા કરે છે. તેથી, હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.

ખાસ નોંધ: અમારી વેબાસાઈટ કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. તમારી લાગણીને દુભાવવાનો અમારો હેતુ નથી.

WhatsApp Group Join Now

Leave a Comment