લોકો હેલ્થ ઈશ્યોરન્સ રિન્યૂ કેમ નથી કરાવી રહ્યા? વીમા કંપનીઓનું સત્ય સામે આવ્યું, દરેક લોકોએ જાણવું જરૂરી…

WhatsApp Group Join Now

હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. પહેલા ગ્રાહકોને લઈને ખરાબ સમાચાર આવ્યા હતા અને હવે કંપનીઓને લઈને માઠા સમાચાર આવ્યા છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટર (Health Insurance Sector)ને લઈને તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં ગ્રાહકોએ તેમના સ્વાસ્થ્ય વીમા (Health Insurance)ને રિન્યુ કરાવ્યો નથી.આ કારણે વીમા કંપનીઓના પ્રીમિયમ કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પોલિસીબજારે કરાવ્યો સર્વે

રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમ કલેક્શનમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આનો મતલબ એ છે કે 10માંથી 1 ગ્રાહકે પોતાનો ઈન્શ્યોરન્સ રિન્યુ કરાવ્યો નથી.

પોલિસીબજાર દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમમાં ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ આ દરમિયાન પ્રીમિયમની કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

કેમ રિન્યુ નથી કરાવી રહ્યા ગ્રાહકો?

પોલિસીબજારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેલ્થ ઈન્શ્યોરન્સની કિંમત (cost of health insurance)માં 30 ટકાનો વધારો થયો છે, જેના કારણે ગ્રાહકો તેમના ઈન્શ્યોરન્સને રિન્યુ કરાવવા માંગતા નથી. સામાન્ય રીતે વીમા કંપનીઓ દર 3 વર્ષે પોતાની મોંઘવારીને એડજસ્ટ કરે છે. તેમાં સારવારના ખર્ચ અને ગ્રાહકોની ઉંમરના હિસાબે વધારો કરવામાં આવે છે.

10 વર્ષમાં કેટલું વધ્યું પ્રીમિયમ?

છેલ્લા 10 વર્ષમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારાનો દર 5થી 10 ટકા વાર્ષિક રહ્યો છે. આ વધારો 52 ટકા પોલિસીધારકો માટે થયો છે. આ દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં અડધાથી વધારે લોકો માટે 100 રૂપિયાનું હેલ્થ પ્રીમિયમ વધીને 162થી 259 રૂપિયા પહોંચી ગયું.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ સિવાય 38 ટકા ગ્રાહકો માટે હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ 10થી 15 ટકા વાર્ષિક વધ્યું છે. આનો મતલબ છે કે 100 રૂપિયાનું પ્રીમિયમ એક દાયકામાં વધીને 259થી 404 રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. આ સિવાય 3 ટકા પોલિસીધારકો એવા છે, જેમના પ્રીમિયમમાં વાર્ષિક 15થી 30 ટકાનો વધારો થયો છે.

પ્રીમિયમ ખર્ચ કરતાં ઓછું વધ્યું

પોલિસીબજારના જનરલ ઈન્શ્યોરન્સ વિભાગના ચીફ બિઝનેસ ઓફિસર અમિત છાબડાનું કહેવું છે કે, આ સમયગાળા દરમિયાન મેડિકલ સેક્ટરમાં મોંઘવારીનો દર 14 ટકા છે, જ્યારે હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પ્રીમિયમમાં વધારો તેની સરખામણીમાં ઓછો રહ્યો છે. 90 ટકા પોલિસી રિન્યુઅલ ગયા વર્ષની સરખામણીમાં માત્ર 10 ટકા પ્રીમિયમ વધારા સાથે થયો છે.

રિન્યુઅલ ઘટવાનું આ પણ કારણ

માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, હેલ્થ ઈન્શ્યોરન્સનું રિન્યુઅલ ઘટવાનું કારણ માત્ર પ્રીમિયમમાં વધારો જ નથી, પરંતુ બીજા પણ કેટલાક કારણો છે. વાસ્તવમાં થોડા દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓએ છેલ્લા 30 વર્ષમાં આશરે 50 ટકા હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમને ફગાવ્યા છે.

આ પછી ગ્રાહકોના મનમાં હેલ્થ ઈન્શ્યોરન્સને લઈને શંકાઓ ઉભી થઈ. તેમનું માનવું છે કે, મોંઘી પોલિસી ખરીદવા છતાં જરૂરિયાતના સમયે કંપનીઓ ક્લેમ ફગાવી દે તો ઈન્શ્યોરન્સનો ફાયદો શું?

WhatsApp Group Join Now

Leave a Comment