Relationship Tips: સમયની સાથે દરેક વસ્તુ બદલે છે. સંબંધોની સ્થિતિ પણ સમયની સાથે બદલે છે. લગ્ન પછી સાસરામાં યુવતીને એક નવા જીવનની શરૂઆત કરવાની હોય છે. નવા લોકો વચ્ચે એડજસ્ટ થવું સરળ કામ નથી. નવા પરિવારમાં પોતાની જાતને ઢાળીને જીવન સાથે પસાર કરવું પડકાર જનક હોય છે.
લગ્નની લઈને દરેક યુવતીના કેટલાક સપના હોય છે. દરેક યુવતી ઈચ્છે છે કે લગ્ન પછી તે પોતાની ગૃહસ્થીને જાતે સંભાળે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે યુવતીને લગ્ન પછી અચાનક જ સાસુ-સસરા સાથે રહેવું પસંદ નથી આવતું. લગ્નના થોડા સમય સુધી તો બધું બરાબર હોય છે પછી યુવતીઓને સાસુ સસરા શા માટે ગમતા નથી તેના કારણો આજે તમને જણાવીએ.
આ કારણોથી વહુઓને સાસુ-સસરા લાગે છે વિલન
(1) સાસરામાં નવા અને ફેશનેબલ કપડા પહેરવા પર ઘણી વખત ટિપ્પણીઓ સાંભળવી પડે છે. કેટલાક ઘરોમાં તો મોર્ડન કપડા પહેરવા એ મોટો મુદ્દો બની જાય છે. બહારના લોકો પહેલા સાસુ-સસરા જ કપડાને લઈને પુત્રવધુની આલોચના કરે છે. આવી સ્થિતિમાં વહુને સાસુ-સસરા સાથે રહેવું ન ગમે તેવું પણ બને.

(2) સાસરામાં બીજાની પુત્રવધુઓ સાથે પોતાની પુત્રવધુની સરખામણી થાય તે એક સામાન્ય સમસ્યા છે. સાસરામાં વડીલોને આવી વાત કરવી સામાન્ય લાગે પરંતુ નવી આવનાર વહુ માટે આ નિરાશાજનક સ્થિતિ હોઈ શકે છે. પોતાના ઘરની પુત્રવધુના ગુણને ધ્યાનમાં લેવાને બદલે તેના અવગુણને ધ્યાનમાં રાખવામાં આવે તો પુત્રવધુને સાસુ સસરા પ્રત્યે અણગમો થઈ જાય છે.
(3) ઘણા ઘરમાં લગ્ન પછી પુત્રવધુને દીકરીની જેમ સ્વીકારવામાં આવતી નથી. તેને હંમેશા અનુભવ કરાવવામાં આવે છે કે સાસરું તેનું ઘર નથી અને તેણે કોઈપણ નિર્ણય લેતા પહેલા મંજૂરી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે આવનાર વહુને સાસરું પોતાનું લાગતું જ નથી.
(4) લગ્ન પછી યુવતીને નવા માહોલ અને નવા લોકો સાથે એડજસ્ટ થવામાં સમય લાગે છે. આ સમય દરમિયાન તેને ઈમોશનલ સપોર્ટની જરૂર પડે છે. આ સમયે જો સાસરામાં તેને સન્માન, સપોર્ટ અને પ્રેમ ન મળે તો તે પરિવારને અપનાવી શકતી નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
(5) દરેક વ્યક્તિને પોતાની પ્રાઇવેટ સ્પેસ જોઈએ છે. ભારતીય ઘરોમાં પુત્રવધુની પ્રાઇસીને લઈને જાગૃતતા નથી. સાસરામાં મોટાભાગની યુવતીઓને પ્રાઇવેસીનો અભાવ અનુભવાય છે. તેને હંમેશા લાગે છે કે તે કોઈની નિગરાનીમાં રહે છે. જો પુત્રવધુ પર સતત નજર રાખવામાં આવતી હોય તો આવી સ્થિતિમાં પણ તેને સાસરામાં રહેવું ગમતું નથી.










