Income Tax Return: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું એ એક કાનૂની પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિએ પૂરી કરવાની હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ પછી પણ તમારે ITR ફાઇલ કરવી પડી શકે છે? હા જો આ કરવામાં ન આવે તો મૃતકના પરિવાર અથવા વારસદારને ટેક્સ નોટિસ મળી શકે છે.
મૃત્યુ પછી પણ ITR ફાઈલ કરવું કેમ જરૂરી?
જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે અને તેણે તે વર્ષે કરપાત્ર આવક મેળવી હોય તો તેના મૃત્યુ છતાં તે વર્ષ માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. આવકવેરા વિભાગ તેને મૃત્યુ પહેલાની આવક(Income before death) તરીકે જુએ છે.

ITR કોણ ફાઇલ કરે છે?
મૃતક વ્યક્તિ વતી ITR ફાઇલ કરવાની જવાબદારી તે વ્યક્તિની છે જેને કાનૂની વારસદાર કહેવામાં આવે છે. આ વારસદાર સામાન્ય રીતે પરિવારના સભ્ય જેમ કે પત્ની, પતિ, પુત્ર, પુત્રી અથવા નજીકના સંબંધી હોય છે.
ITR ફાઇલ કરવાની પ્રક્રિયા
- કાનૂની વારસદારની ઓળખ
સૌ પ્રથમ એ નક્કી કરવું જરૂરી છે કે મૃતક વ્યક્તિનો કાયદેસર વારસદાર કોણ છે. આ માટે મૃત્યુ પ્રમાણપત્ર અને સંબંધનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ, કુટુંબ રજિસ્ટર વગેરે) રજુ કરવું પડશે.
- આવકવેરા પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કાનૂની વારસદારે આવકવેરા વિભાગની વેબસાઇટ પર પ્રતિનિધિ કરદાતા Representative Assessee તરીકે પોતાની નોંધણી કરાવવી પડશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
નોંધણી દરમિયાન તમારે મૃત્યુ પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ અને મૃત વ્યક્તિના વારસદારનો પુરાવો આપવો પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- મંજૂરી મળ્યા પછી ITR ફાઇલ કરો
એકવાર તમારી ઓળખ આવકવેરા વિભાગ દ્વારા મંજૂર થઈ જાય પછી તમે મૃતક વતી તે નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરી શકો છો જેમાં તેનું મૃત્યુ થયું હતું.
કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
- જો વ્યક્તિ 31 માર્ચ પહેલા મૃત્યુ પામે છે. તો જો આવક કર મર્યાદા કરતાં વધુ હોય તો તે વર્ષ માટે ITR ફરજિયાત છે.
- જો વ્યક્તિ પાસે કોઈ કરપાત્ર આવક ન હોય તો ITR ફાઇલ કરવું જરૂરી નથી.
- રિફંડનો દાવો કરવા માટે ITR ફાઇલ કરવું પણ જરૂરી છે.