શું 100 અને 200 રૂપિયાની જૂની નોટો હવે બંધ થઈ જશે? RBI લઈ રહી છે મોટો નિર્ણય…

WhatsApp Group Join Now

RBI New Currency: 100 અને 200 રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મંગળવારે જણાવ્યું કે, તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે.

RBIના ચીફ જનરલ મેનેજર પુનીત પંચોલીએ મંગળવારે જણાવ્યું કે, આ નવી નોટો પર રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.

કેવી હશે ડિઝાઈન?

આ નવી નોટોની ડિઝાઇન હાલની મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ હશે. એટલે કે તેમના રંગો, પેટર્ન અને સુરક્ષા સુવિધાઓ વર્તમાન નોટો સાથે સુસંગત રહેશે.

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, અગાઉ જાહેર કરાયેલી બધી જૂની 100 અને 200 રૂપિયાની નોટો પણ ચલણમાં રહેશે અને તેને કાયદેસર મુદ્રા ગણવામાં આવશે. મલ્હોત્રા ડિસેમ્બર 2024માં શક્તિકાંત દાસની જગ્યાએ RBI ગવર્નરનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.

કેમ લેવામાં આવી રહ્યો છે નિર્ણય?

તમને જણાવી દઈએ કે, આ પગલું રોકડનો પુરવઠો જાળવી રાખવા અને બેન્કિંગ સિસ્ટમમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા ગવર્નરની સહીવાળી નોટો જાહેર કરવી એ એક નિયમિત પ્રક્રિયા છે, જે દરેક નવા ગવર્નરના કાર્યભાર સંભાળ્યા પછી હાથ ધરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઉલ્લેખનીય છે કે, અગાઉ RBIએ કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ હશે. ભૂતકાળમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલી ₹ 50ના મૂલ્યની બધી બેન્કનોટ કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે.

WhatsApp Group Join Now

Leave a Comment