શું શાળાઓમાં વિધાર્થીઓ તથા શિક્ષકો હવે મોબાઈલ લઈને નહી જઈ શકે? જાણો શું છે સમગ્ર મામલો…

WhatsApp Group Join Now

રાજ્યની શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં મોબાઇલનું વધતું વળગણ એ ચિંતા નો વિષય છે તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં શાળાએ આવતા 14થી 16 વર્ષના કિશોરોને સોશિયલ મીડિયાનું વળગણ 83 ટકા જોવા મળ્યું છે જે ચિંતા નો વિષય છે 100 માંથી 83 વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન વાપરી રહ્યા છે જેમાંથી માત્ર 60 ટકા વિદ્યાર્થીઓ જ તેનો ઉપયોગ શિક્ષણ માટે કરે છે.

આ પૈકીના 73 ટકા કિશોરો સોશિયલ મીડિયામાં પ્રવૃત છે અને 54 ટકા તો એવો છે કે જેમણે પોતાની પ્રોફાઈલ જ લોક કરીને પ્રાઈવેટ રાખી છે. આવા વળગણ ધરાવતા 58 ટકા કિશોરો સતત પોતાના પાસવર્ડ પણ બદલ્યા છે તેવુ એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ- 2024માં બહાર આવ્યુ છે.

તાજેતરમાં મોબાઈલ નહીં આપવાના કારણે આત્મહત્યાના વધી રહેલા બનાવો ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર શાળામાં મોબાઇલ ના ઉપયોગ સંદર્ભે કડક અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

આગામી દસ દિવસમાં રાજ્ય સરકાર આ માટેની માર્ગદર્શિકા જાહેર કરશે જેમાં શાળામાં મોબાઇલ લઈ જવા ઉપરાંત શિક્ષકો અને આચાર્ય પણવિદ્યાર્થીઓ સામે મોબાઈલ નો ઉપયોગ કરી શકશે નહીં. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ડ્રાઇવ પણ ચલાવવામાં આવશે.

અહીં નોંધવું જરૂરી છે કે બાળકો મોબાઈલ ફોન ફોબિયાથી પીડાઈ રહ્યા છે. જેની અસર વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર થઈ રહી છે.આથી, શિક્ષણ વિભાગે રાજ્યમાં શાળા- કોલેજોમાં વર્ષ 2010 થી મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે.

જો કે, બદલાયેલી ટેકનોલોજી અને સ્માર્ટ ક્લાસ શાળામાં શિક્ષકો, આચાર્યે વિદ્યાર્થીની સામે મોબાઈલ ફોનનો ઉપયોગ નહી કરવાથી લઈને સોશિયલ મીડિયા પ્રત્યે આકર્ષણ વધેતે પ્રકારની પ્રવૃતિઓ નહી કરવા માર્ગદર્શિકામાં સુચન કર્યુ છે.

બાળકોમાં જાગૃતતા આવે એટલે શિક્ષકો અને વાલીઓને સપ્તાહમાં એક દિવસ મોબાઈલથી દુર રહેવા મોબાઈલ ઉપવાસથી લઈ ડોક્ટરો દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો ત્રણેયને મોબાઈલ એડીક્શન દૂર રાખવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાનું પણ સુચવાયુ છે.

ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં મોબાઈલના ઉપયોગ અંગે પ્રતિબંધ સંદર્ભે માર્ગદર્શિકા તૈયાર કરી છે. આવનારા 10 દિવસમાં તેની સત્તાવાર જાહેરાત સાથે અમલ થશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શિક્ષણ વિભાગે તૈયાર કરેલી બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગેની માર્ગદર્શિકા”માં શિક્ષકો તેમજ વાલીઓને પોતાના ઘરમાં, સ્કૂલોમાં સપ્તાહમાં એકવાર મોબાઈલ ઉપવાસ’ રાખવા અનુરોધ કરતી જોગવાઈ કરવામા આવી છે.

મોબાઈલ ફોબિયાને દૂર કરવા માટે થઈને રાજ્ય સરકાર પોતાની કામગીરી કડક હાથે લેવા આગળ વધી રહી છે ત્યારે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે અહીં નોંધવું જરૂરી છે કે નર્સરી ટુ પ્રાઇમરી, વિધાર્થીને જમાડવા મોબાઈલ અપાય છે માત્ર કિશોરો જ નહીં પરંતુ, શહેરી સમાજમાં સતત બદલાતી જીવનશૈલીમાં ઘર નજીક નર્સરીમાં જતા નાના ભૂલકાથી લઈને પ્રાઇમરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ભોજન આપવા, જમાડવા માટે પણ મોબાઈલ આપવો પડતો હોવાના કિસ્સા દરેક ત્રીજા ચોથા ઘરમાંથી બહાર આવી રહ્યા છે. જેના કારણે બાળકો બરાબર ચાવીને ભોજન લઈ નથી શકતા ઉલ્ટાનું કુપોષણ જેવી બીમારીનો શિકાર થઈ રહ્યાનું સર્વસામાન્ય તારણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment