× Special Offer View Offer

તમારા બેન્ક ખાતામાં બેલેન્સ ન હોય છતાં પણ ATMથી પૈસા ઉપાડી શકાય છે, અહીં જાણો સંપુર્ણ પ્રક્રિયા…

WhatsApp Group Join Now

ATM Cash Withdrawal: વર્તમાન સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ATM કાર્ડનો ઉપયોગ ન કરતા હોય. પ્રધાનમંત્રી જન ધન યોજના અને રૂપે કાર્ડને કારણે ATM દરેક વ્યક્તિના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેનાથી રોકડ (Cash) પરની નિર્ભરતા ઓછી થવા ઉપરાંત વ્યવહારો પણ સરળ બન્યા છે.

જો તમારે કંઈપણ ખરીદવું હોય તો ATMથી સરળતાથી આ શક્શય બને છે. આ દરમિયાન જો તમારું ખાતું ખાલી હોય એટલે કે પૈસા ન હોય અને બેલેન્સ જીરો હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. તે ખૂબ જ સરળ છે. જોકે, કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

જો ખાતું શૂન્ય હોય તો પૈસા ઉપાડવા થોડા ખર્ચાળ હશે, પરંતુ તમને પૈસા ચોક્કસ મળશે. તમે ATM દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો. HDFC બેંક તેના ATM માંથી લોન લેવાની સુવિધા પણ પૂરી પાડે છે.

આ સુવિધા ફક્ત એવા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે જેમને બેંક દ્વારા પૂર્વ-મંજૂર લોન ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ATM માંથી રોકડ ઉપાડી શકો છો.

આ રીતે તમે ATM માંથી લોન મેળવી શકો છો

સૌ પ્રથમ ગ્રાહકોએ જાણવાની જરૂર છે કે તમારા નામે HDFC બેંક તરફથી કોઈ પૂર્વ-મંજૂર લોન ઓફર છે કે નહીં. આ માટે તમે બેંકની મોબાઇલ એપ, નેટબેંકિંગ અથવા SMS દ્વારા તપાસ કરી શકો છો. જો તમે ઇચ્છો તો કસ્ટમર કેર પર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો.

જો તમારા ખાતા પર પૂર્વ-મંજૂર લોન ઓફર છે તો પહેલા તમારે HDFC બેંકના ATM પર જવું પડશે. ત્યાં તમારે મશીનમાં લોન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. લોન વિકલ્પ પસંદ કર્યા પછી સ્ક્રીન પર નિશ્ચિત લોનની રકમ, વ્યાજ દર, EMI અને લોનની મુદત દેખાશે. બધું ધ્યાનથી વાંચો અને “આગળ વધો” પર ક્લિક કરો.

વિનંતી કરેલી માહિતી દાખલ કરો

પછી આગલા પૃષ્ઠ પર કેટલીક વ્યક્તિગત માહિતી પૂછવામાં આવશે. જે દાખલ કરવાની જરૂર છે.તેમાં તમારે નામ, ઈમેલ આઈડી, સરનામું અને એકાઉન્ટ નંબર જેવી વસ્તુઓ લખવાની રહેશે. પછી આપેલી બધી માહિતી ચકાસવી પડશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ પછી તમારે આગલા પેજ પર તમારો ATM પિન દાખલ કરવો પડશે. આમ કરવાથી, લોનની રકમ ખાતામાં જમા થઈ જશે, જેના માટે તમને સ્ક્રીન પર એક સંદેશ પણ દેખાશે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, તો તમે કોઈપણ બેંકના ATM માંથી રોકડ ઉપાડી શકો છો.

જોકે, પૈસા ઉપાડવાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય ત્યારે જ આ રસ્તો પસંદ કરો. આનું કારણ એ છે કે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડતાની સાથે જ પહેલા જ દિવસથી જ ભારે વ્યાજ વસૂલવાનું શરૂ થઈ જશે. તેમાં વ્યાજ દર વાર્ષિક 36 થી 48 ટકા હોઈ શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment