કેન્દ્ર સરકારે તાજેતરમાં PAN 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તમામ ટેક્સપેયર્સને ફ્રી ઓફ કોસ્ટ પાન કાર્ડ 2.0 આપવામાં આવશે. આ અંતર્ગત અરજદારોના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર QR કોડ સાથે ઈ-પાન કાર્ડ મોકલીને સુરક્ષામાં સુધારો કરવામાં આવશે.
જ્યારે ફિઝિકલ પાન કાર્ડ માટે થોડી ફી ચૂકવવાની રહેશે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે ફ્રીમાં તમારું ઈ-પાન મેળવી શકો છો. આ સરળ પ્રોસેસ તમે ઘરે બેઠા પણ કરી શકો છો.

ઈમેલ પર કેવી રીતે મળે પાન કાર્ડ?
ઈમેલ પર તમારા પાનની રિક્વેસ્ટ કરતા પહેલા ટેક્સપેયર્સે તે વેરિફાઈ કરવું પડશે કે શું તેમનું પાન કાર્ડ NSDL કે UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી સર્વિસિઝ લિમિટેડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે.
આ જાણકારી પાનકાર્ડની પાછળ આપવામાં આવી છે. જાહેરકર્તાના આધારે ટેક્સપેયર્સને ઈમેલ કે ડિજિટલ ફોર્મમાં પાન કાર્ડ પ્રાપ્ત કરવા માટે અમુક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
તમારા ઈમેલ પર પાન કાર્ડ મેળવવા શું છે પ્રોસેસ?
– ઈ-પાન કાર્ડ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા NSDLની વેબસાઈટ પર જાઓ.
– તમારું પાન, આધાર અને જન્મ તારીખ સહિતની ડિટેલ્સ એન્ટર કરો.
– ચેક બોક્સ અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
– ડિટેલ્સ ચકાસો અને સુનિશ્ચિત કરો કે તમામ જાણકારી ઇન્કમ ટેક્સના રેકોર્ડ મુજબ યોગ્ય છે.
– હવે તમને એક OTP મળશે, ડિટેલ વેરિફાઈ કરવા માટે તેને 10 મિનિટની અંદર એન્ટર કરો.
– નિયમ અને શરતો પર સહમતિ આપો અને ત્યારબાદ પેમેન્ટ માટે આગળ વધો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– પેમેન્ટ એમાઉન્ટ ચૂકવો અને કન્ફર્મ પર ક્લિક કરો.
– પેમેન્ટ બાદ ‘કન્ટીન્યૂ’ પર ક્લિક કરો.
– ત્યારબાદ e-PAN ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલી દેવામાં આવશે.
UTIITSLમાંથી તમારું ઈ-પાન ડાઉનલોડ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ
– સૌ પ્રથમ https://www.pan.utiitsl.com/PAN_ONLINE/ePANCard પર જાઓ.
– તમારો પાન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા કોડ એન્ટર કરો.
– ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
વેબસાઈટ પર દર્શાવવામાં આવશે કે ઈમેલ આઈડી તમારા PAN સાથે રજિસ્ટર થયેલ છે કે નહીં. જો કોઈ ઈમેલ આઈડી રજિસ્ટર થયેલ નથી, તો તમારે તેને PAN 2.0 હેઠળ અપડેટ કરવું પડશે.