આજે ડિજિટલ સમયમાં આપણી આંખો પર ઊંડી અસર પડી રહી છે. આખો દિવસ સ્ક્રીન સામે બેસી રહેવાથી આંખોનો પ્રકાશ ઘટી રહ્યો છે. ત્યારે અનહેલ્ધી ખોરાક વ્યસ્ત લાઇફસ્ટાઇલ, પ્રદૂષણ પણ આનું મોટું કારણ બની ગયું છે.
એટલું જ આ સમસ્યા મોટા સુધી જ સીમિત નથી, હવે તો બાળકોને પણ આ સમસ્યા આવી રહી છે, જેના કારણે નાની ઉંમરે ચશ્મા પહેરવાનો વારો આવ્યો છે. અમુક લોકો માને છે કે માત્ર ચશ્મા પહેરવા પૂરતા છે, પરંતુ એવું નથી.

ચશ્માની સાથે આંખોની દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી છે. જો અમુક ટિપ્સને ફોલો કરીને આંખોના પ્રકાશને વધારી શકાય છે. તો ચાલો એવી 5 ટિપ્સ વિશે જાણીએ કે જેથી તમે તમારી આંખોના પ્રકાશને વધારી શકો છો.
ઠંડા પાણીથી આંખો ધોવી
સવારે ઉઠતાવેંત જ સૌથી પહેલા મોઢું ધોયા વિના, આંખોને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. તે આંખોનો સોજો ઘટાડે છે, બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને આંખોને તાજી રાખે છે. આનાથી તમારી આંખો સૂકી પણ લાગતી નથી.
સુર્યની પહેલી કિરણ લેવી
સૂર્યોદય સમયે થોડી સેકન્ડ માટે સૂર્ય તરફ જોવાથી આંખના સ્નાયુઓ મજબૂત થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે આ પ્રક્રિયા સુર્ય નીકળ્યા પહેલા માત્ર 10-15 મિનિટ માટે જ કરવી જોઈએ.
ત્રાટક અભ્યાસ
ત્રાટક યોગમાં, એકાગ્રતા ઝબક્યા વિના કોઈ બિંદુ અથવા દીવાની જ્યોત પર કરવામાં આવે છે. તે આંખોની કોન્સન્ટ્રેશન વધારવા, સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આંખનાં યોગાસન અને કસરત
સવારે ઉઠતાની સાથે જ આંખની કસરતો અને યોગા કરીને પણ આંખોનો પ્રકાશ સુધારી શકાય છે. જેમ કે હથેળી પકડવી, ફેરવવી (આંખો ઉપર-નીચે, જમણે-ડાબે કરવી), બ્લિંકીંગ વગેરે આંખના માંસપેશીઓને એક્ટિવ કરે છે અને તણાવ ઘટાડે છે.
બદામ, ખાંડ અને વરિયાળીનું સેવન કરવું
સવારે ખાલી પેટે 1 ચમચી બદામ, ખાંડ અને વરિયાળીના પાવડર હૂંફાળા દૂધ સાથે લેવાથી આંખોનો પ્રકાશ સુધરે છે. આયુર્વેદમાં આ મિશ્રણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે આને તમારા રૂટિનમાં પણ સામેલ કરી શકો છો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.