ચોમાસું 2024: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી વ્યક્ત કરી છે.

હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની શક્યતા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંતો દ્વારા વિજ્ઞાન અને પ્રાકૃતિક ફેરફારના આધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આ વર્ષે ચોમાસુ સારુ રહેશે?
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને ખગોળીય વિજ્ઞાન, પશુ પંક્ષીના અવાજ, આકાશી કસથી આગાહી કરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંત હસમુખ નિમાવતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની શક્યતા છે.
આ તરફ હવામાન નિષ્ણાંત ભીમા ઓડેદરાએ આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, આસો માસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે રમણીક વામજાએ પણ આગાહી કરી કે, આ વર્ષે સારો વરસાદ થવાથી 3 તબક્કામાં વાવણી થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે પણ કરી આગાહી
અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 8 જૂન દરિયામાં પવન ફુંકાઈ શકે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે.
વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ છે. નર્મદા, સાબરમતી અને તાપી નદીના જળસ્તરમાં વધારો નોંધાશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.