વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

WhatsApp Group Join Now

વરસાદ નક્ષત્ર 2024 : ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની વાત કરશું.

આદ્રા નક્ષત્ર

સૂર્યનો આદ્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ જેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્ય રાત્રે 12 વાગીને 18 મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. સામાન્ય-મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.

પુનર્વસુ નક્ષત્ર

સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ જેઠ વદ અમાસને શુક્રવાર તારીખ 05/07/2024 ના રોજ થશે. સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11 વાગી ને 52 મીનીટે કરશે. આ નક્ષત્રનું વાહન અશ્વ છે. આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે.

પુષ્ય નક્ષત્ર

સૂર્ય નારાયણનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અષાઢ સુદ 13ને શુક્રવાર તારીખ : 19/07/2024 ના રોજ થશે. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11 વાગીને 52 મિનિટે કરશે. પુષ્ય નક્ષત્રનું વાહન મોર છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે પડશે વરસાદ, જાણો ક્યાં ક્યાં વરસાદ પડશે?

આશ્લેષા નક્ષત્ર

સૂર્ય નારાયણનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અષાઢ વદ 13ને શુક્રવાર તારીખ 02/08/2024 ના રોજ થશે. સૂર્ય આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ 11 વાગીને 17 મિનિટે કરશે. આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી છે. આ નક્ષત્રમાં વરસાદ સારો પડતો હોય છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.

મઘા નક્ષત્ર

સૂર્ય નારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ 11ને શુક્રવાર તારીખ 16/08/2014 ના રોજ થશે. સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ સાંજના 7 વાગીને 55 મિનિટે કરશે. મઘા નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર

સૂર્ય નારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ વદ 12ને શુક્રવાર તારીખ 30/08/2024 ના રોજ થશે. સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ બપોરે 3 વાગીને 57 મિનિટે કરશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન અશ્વ છે. આ નક્ષત્રમાં પવનનું જોર વધારે હોય છે અને સારો વરસાદ પડે છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર

સૂર્ય નારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ 10ને શુક્રવાર તારીખ 30/08/2024 ના રોજ થશે. સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ સવારે 9 વાગીને 45 મિનિટે કરશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન અશ્વ છે. આ નક્ષત્રમાં મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડે છે.

હસ્ત નક્ષત્ર

સૂર્ય નારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા વદ 9ને ગુરૂવાર તારીખ : 27/09/2024 ના રોજ થશે. સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 1 વાગીને 21 મિનિટે કરશે. હસ્ત નક્ષત્રનું વાહન ઉંદર છે. હસ્ત નક્ષત્રને આપણે હાથીયો નક્ષત્ર પણ કહીએ છીએ. આ નક્ષત્રમાં છૂટો છવાયો તોફાની વરસાદ પડતો હોય છે.

ચિત્રા નક્ષત્ર

સૂર્ય નારાયણનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ આસો 7ને ગુરુવાર તારીખ 10/10/2024 ના રોજ થશે. સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ બપોરે 2:00 વાગીને 17 મિનિટે કરશે. આ નક્ષત્રનું વાહન મહિષી છે. જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો નદી નાળા છલકાઈ જાય છે.

સ્વાતિ નક્ષત્ર

સૂર્ય નારાયણનો સ્વાતિય નક્ષત્રમાં પ્રવેશ આસો 7ને બુધવારે તારીખ 23/10/2024 ના રોજ થશે. સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 12 વાગીને 53 મીનીટે કરશે. સ્વાતિ નક્ષત્રનું વાહન દેડકો છે.

વરસાદ અંગેની વધુ માહિતી મેળવવા માટે અમારું WhatsaApp Group જોઈન કરો અથવા ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment