× Special Offer View Offer

સાવધાન: રેડ એલર્ટ, ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Red alert heavy rain forecast: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આજે ગુજરાતના ત્રણ જિલ્લા ભાવનગર, ભરૂચ અને વડોદરાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે (24 જૂન) 6થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

યો બીજી તરફ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને સામાન્ય ઉંચાઇથી વધારે ઉંચાઇએ મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરના ચોપાટી ખાતે દરિયામાં ભારે કરંટ જોવા મળતો હતો અને ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

Red alert heavy rain forecast: આગામી ત્રણ કલાક ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેમાં વડોદરા, ભરૂચ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

તો અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

માન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આ ઉપરાંત, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment