ડુંગળીના ભાવમાં આવી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 400, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં તેજીનો દોર આવ્યો છે અને ભાવમાં સરેરાશ મણે રૂ. 25નો સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીની આવકો અત્યારે ધારણાંથી ઓછી આવી રહી છે અને જોઈએ એટલી વધતી પણ નથી. બીજી તરફ ડુંગળીનાં અત્યારે નિકાસ વેપારો પણ થોડા થઈ રહ્યા છે, જેને કારણે બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપારો કેવા થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 360 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 52465 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 115થી 400 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 25738 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 396 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 37870 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 371 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 11659 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 341 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા, અ‍મરેલી અને અમદાવાદ માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 341 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 27/12/2022 મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 150 360
મહુવા 115 400
ભાવનગર 100 396
ગોંડલ 101 371
જેતપુર 101 346
વિસાવદર 65 301
ધોરાજી 100 331
અમરેલી 100 400
મોરબી 100 300
અમદાવાદ 160 400
દાહોદ 140 240

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 27/12/2022 મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 150 200
મહુવા 150 341
ગોંડલ 111 281

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment