મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. સારા માલની વેચવાલી ઓછી અને ઓઈલ મિલોની પિલાણ ક્વોલિટીની મગફળીમાં લેવાલી સારી હોવાથી સરેરાશ ભાવમાં મણે રૂ.15થી 20નો સુધારો થયો હતો. જૂનાગઢમાં પણ ખાંડીએ રૂ.200થી 300ની તેજી આવી હતી.
મગફળીનાં વેપારીઓ કહે છે કેવર્તમાન સંજોગમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી, પંરતુ બજાર જે ક્વોલિટીની માંગ છે તેમાં જ બજારો સુધરે છે. નબળા માલનાં ભાવ સ્ટેબલ રહ્યાં છે. આગામી દિવસોમાં મગફળીમાં લેવાલી ચાલુ રહેશે તો બજારો હજી પણ રૂ. 20થી 25 સુધરી શકે છે. ખેડૂતોની વેચવાલી ઓછી છે અને આ વર્ષે સરકારી માલ પણ બજારમાં આવવાનો નથી, પરિણામે જ્યાં સુધી ઓઈલ મિલોની માંગ રહેશે ત્યાં સુધી બજારમાં સુધારાની ધારણાં યથાવત રહે તેવી ધારણાં છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14260 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8766 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1351 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5780 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1715 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1715 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 27/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1120 | 1430 |
| અમરેલી | 840 | 1357 |
| કોડીનાર | 1135 | 1278 |
| સાવરકુંડલા | 1101 | 1361 |
| જેતપુર | 961 | 1336 |
| પોરબંદર | 1000 | 1350 |
| વિસાવદર | 954 | 1366 |
| મહુવા | 1352 | 1426 |
| ગોંડલ | 820 | 1371 |
| કાલાવડ | 1050 | 1447 |
| જુનાગઢ | 950 | 1328 |
| જામજોધપુર | 900 | 1350 |
| ભાવનગર | 1265 | 1334 |
| માણાવદર | 1375 | 1376 |
| તળાજા | 1000 | 1354 |
| હળવદ | 1125 | 1448 |
| જામનગર | 900 | 1315 |
| ભેસાણ | 800 | 1306 |
| ખેડબ્રહ્મા | 1120 | 1120 |
| સલાલ | 1250 | 1500 |
| દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 27/12/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1140 | 1325 |
| અમરેલી | 880 | 1258 |
| કોડીનાર | 1170 | 1387 |
| સાવરકુંડલા | 1001 | 1261 |
| જસદણ | 1125 | 1340 |
| મહુવા | 910 | 1365 |
| ગોંડલ | 925 | 1351 |
| કાલાવડ | 1150 | 1345 |
| જુનાગઢ | 1000 | 1242 |
| જામજોધપુર | 900 | 1250 |
| ઉપલેટા | 900 | 1302 |
| ધોરાજી | 876 | 1246 |
| વાંકાનેર | 850 | 1400 |
| જેતપુર | 931 | 1286 |
| તળાજા | 1280 | 1561 |
| ભાવનગર | 1160 | 1634 |
| રાજુલા | 1190 | 1301 |
| મોરબી | 800 | 1280 |
| જામનગર | 1000 | 1375 |
| બાબરા | 1129 | 1311 |
| ધારી | 1160 | 1400 |
| ખંભાળિયા | 945 | 1332 |
| પાલીતાણા | 1145 | 1290 |
| લાલપુર | 1126 | 1180 |
| ધ્રોલ | 980 | 1320 |
| હિંમતનગર | 1100 | 1715 |
| પાલનપુર | 1200 | 1400 |
| તલોદ | 1100 | 1450 |
| મોડાસા | 982 | 1530 |
| ડિસા | 1251 | 1371 |
| ઇડર | 1230 | 1592 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1250 | 1352 |
| ભીલડી | 1240 | 1351 |
| દીયોદર | 1100 | 1350 |
| માણસા | 1300 | 1301 |
| કપડવંજ | 1400 | 1500 |
| શિહોરી | 1081 | 1235 |
| સતલાસણા | 1150 | 1242 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










