રાજ્યના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવાણીલાયક વરસાદ થશે. આ તમામ સવાલો અંગે અંબાલાલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, વાવણીલાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો સમય આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ હજુ નહીં થાય. તેમજ ભરૂચના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ નહીં થાય.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. પરંતુ હજુ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની રાહ જોવી પડશે, પરંતુ તેમણે પણ ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈની શરૂઆતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
બીજી તરફ 30મી સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આ દરમિયાન 30મી સુધીમાં પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતાઓ છે. જુલાઈની શરૂઆતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 15મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની છે આગાહી છે અને 20મી જુલાઈ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૩ જુલાઈ સુધીમાં તો સારો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ 5 જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. પાટણ, હારીજ, સમી, સિદ્ધપુર, વિસનગર, બેચરાજી, કડીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગો બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શકયતા છે.
ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.