ગુજરાતમાં મેઘતાંડવ; વાવાઝોડું મજબુત બનતાં આટલાં જિલ્લામાં રેડ એલર્ટ

WhatsApp Group Join Now

સક્રિય વાવાઝોડું બિપોરજોય ધીરે ધીરે ગુજરાત તરફ ધસી રહ્યું છે. વાવાઝોડું હાલ ઉત્તરનો ટ્રેક સતત લઈ રહ્યું છે અને ટ્રેકમાં હવે બદલાવ થાય એવું ફ્રેશ અપડેટમાં જોવા મળી રહ્યું નથી.

બિપોરજોય વાવાઝોડાંને લઈને સાવધાની રાખવી જરૂરી છે. કેમકે, છેલ્લા અપડેટ થયેલા મોડલની માહિતી મુજબ 13 જુનથી આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પૂર્વનો ટ્રેક લઈને કચ્છના વિસ્તારોમાં ટકરાઈ શકે છે. હાલ વાવાઝોડાની સ્પીડ દરિયામાં 225 કિલોમીટર ઉપરની જોવા મળી રહી છે જે ખરેખર ગુજરાત માટે ચિંતાનો વિષય ગણી શકાય.

પરંતુ ફ્રેશ થયેલી અપડેટ મુજબ વાવાઝોડું જેમ ઉત્તરમાં આગળ વધતું જશે તેમ તેમ આવતીકાલથી પોતાની તાકાત પણ ગુમાવતું જાય એવું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે હાલના ચાર્ટની અપડેટ મુજબ પવનની ઝડપ 125 થી 150 કિલોમીટર સુધીની પણ જોવા મળી શકે છે. જો કે આમાં પણ હજી બદલાવ આવી શકે છે. પરંતુ ટ્રેક બાબતે હવે કોઈ મોટો ફરક જોવા મળે એવી સંભાવનાઓ ઓછી જોવા મળી રહી છે.

જેથી ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ કચ્છ માટે ખરેખર આ એક ચિંતાનો વિષય ગણી શકાય. હાલના અનુમાન મુજબ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર કચ્છમાં જોવા મળી શકે છે.

વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment