સાવધાન; કચ્છ – સૌરાષ્ટ્રમાં વાવાઝોડું, 150 km ની ઝડપે તોફાની પવન

વાવાઝોડુ ગઈકાલે થોડી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને સતત ગુજરાત નજીક આવી રહ્યું છે. આ વાવાઝોડુ કચ્છને હિટ કરે તેવી 90% શકયતા બની ગઈ છે. જો થોડુ ઉપર રહે તો પાકિસ્તાનમાં જાય અને જો થોડું નીચે રહે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જાય પરંતુ બધી સ્થિતિ કચ્છમાં જાય તેવું બતાવે છે.
એટલે હવે કચ્છ વાળા કોઈ ગફલાઈમાં રહ્યા વગર બે દિવસમાં બધી તૈયારી કરી લેજો. અઠવાડિયાનું રાશન, ફોન, ટોર્ચ બધી વસ્તુમાં ફૂલ ચાર્જીંગ, કોઈપણ જગ્યાએ પતરાં નાખેલા હોય તો તેને નીચે ઉતારી લો અથવા તેની ફરતે બેલા જેવી વજન વાળી વસ્તુથી કવર કરી લો.
જ્યારે વાવાઝોડુ શરૂ થાય ત્યારે ઘરનો મુખ્ય ડેલો ખુલો કરી નાંખો એટલે પવનની અવર જવર થઈ જાય અને ડેલો પડી ના જાય. પશુઓને ખુલ્લામાં રાખો. જેવી અન્ય ઘણી બનતી બધી સાવચેતી રાખવી.
આ વાવાઝોડુ 15 તારીખે બપોર પછી ત્રાટકે તેવી સંભાવના છે પરંતુ ચાલવાની ગતિમાં થોડો ફેરફાર થયા કરતો હોય નજીક જતા જતા પાક્કો સમય પણ મળતો જશે. કોના વિસ્તારમાં કેવો પવન રહી શકે તે આ મુજબ છે.
કચ્છમાં 130km થી 150km, દ્વારકા અને જામનગરમાં 110km થી 130km, મોરબીમાં 100km થી 120km પોરબંદર અને રાજકોટમાં 80km થી 100km, જૂનાગઢ અને સોમનાથમાં 60km થી 80km, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં 50km થી 60km જેટલા પવનો રહેશે. (અંદાજીત પવનની ગતિ છે રૂટ થોડો ઉપર નીચે થાય તો પવનની ગતિ પણ ઉપર નીચે થઈ શકે છે.)
જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 35km થી 45km ના પવનો રહેશે. ગઈકાલ વાવાઝોડાની ધીમી ગતિને લીધે જોઈએ તેવો વરસાદ જોવા મળ્યો નહિ પરંતુ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાથી વરસાદ ચાલુ થતો જશે અને ધીમે ધીમે અંદરના વિસ્તારમાં આવતો જશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment