રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં અવી છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41થી 61 કિમી/ કલાકની રહેશે.
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો બીજી બાજુ દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.