વાવાઝોડું તો ગયું; હવે ચોમાસું ક્યારે? ખેડુતો માટે ખુશખબર, આવી નવી આગાહી

WhatsApp Group Join Now

બીપરજોય વાવાઝોડુ ટકરાયા બાદ કચ્છમાંથી પસાર થઈ ક્રમશ નબળુ પડીને હાલ ડીપ ડિપ્રેશન સ્વરૂપે રાજસ્થાન પર પહોંચી ગયું છે.

બિપોરજોય વાવાઝોડાને લીધે ગઈકાલ રાતના 10 વાગ્યા સુધીમાં છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ ગાંધીધામ, અંજાર, મુદ્રા અને ભુજમાં- 13 ઇંચ, માંડવીમાં- 12 ઇંચ, ભચાઉમાં- 11 ઈંચ, ખંભાળીયામાં- 10 ઇંચ, જામનગરમાં- 9 ઇંચ, દ્વારકા અને રાપરમાં- 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વાવાઝોડુ કચ્છ સાથે ટકરાયું ત્યારે 120થી ઝટકાના પવનો 130 કે તેથી થોડા વધુ સુધીના ફૂંકાયા હતા તો દ્વારકા અને જામનગરમાં પણ 100 સુધીના પવનો ફૂંકાયા હતા જેમાં ક્રમશ ગતિ ઘટતી ગઈ છે અને આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 50થી 70 સુધીના પવનો ફૂંકાશે.

તેમજ રાજ્યના બીજા વિસ્તારમાં 30થી 40 સુધીના પવનો ફૂંકાશે. ત્યારબાદ પણ સિસ્ટમના મુખ્ય પવનો ગુજરાત પરથી પસાર થતા હોવાથી પવન હજુ સાવ બંધ થશે નહીં, થોડા દિવસ પવન 30થી 40 સુધીના રહશે.

વાવાઝોડુ અત્યંત ગંભીર સ્વરૂપે ત્રાટકીયું નહિ એટલે તોકતે જેવી બહુ મોટી જાનહાની અને નુકશાની થઈ નથી જે એક સારા સમાચાર છે. અને એક ફાયદો થયો કે સતાવર ચોમસા વગર જ ગુજરાતના 60થી 65 ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો.

હજુ આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવવો મધ્યમ વરસાદ જોવા મળશે અને અન્ય વિસ્તારમાં છુટા છવાયા ક્યાંક ક્યાંક રેડા ઝાપટા પડી જશે.

જ્યારે આવતીકાલથી મોટા ભાગના વિસ્તારમાં વરસાદમાં રાહત થશે અને જતી અસર સ્વરૂપે ક્યાંક ક્યાંક હળવા મધ્યમ રેડા ઝાપટા પડશે. જેને આ રાઉન્ડમાં વારો ના આવે એને મુંજાવું નહીં. અઠવાડિયાના વિરામ બાદ ફરી બીજો સતાવર ચોમાસાનો સતાવર વરસાદનો રાઉન્ડ આવશે.

વરસાદનો નવો રાઉન્ડ 23/24 તારીખ આસપાસથી ચાલુ થશે અને તે રાઉન્ડ આગળ વધવાની સાથે ગુજરાતમાં સતાવર ચોમાસાનું આગમન થઈ જશે. તે રાઉન્ડ પણ સારો હશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આપશે તેવી શકયતા છે. આ સાથે જ 3 જુલાઈ સુધીમાં ભારત દેશમાં મોટા ભાગના વિસ્તારમાં સતાવર ચોમાસાનું આગમન થઈ જાય તેવી શકયતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment