આજે ડુંગળીના ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ રૂ. 442, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 5200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 140થી 375  સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 23172 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 392  સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 25474 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 416 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 342 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 121થી 321 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 2537 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 166થી 442 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂ. 416 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 442 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 03/12/2022 શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 140 375
મહુવા 70 392
ભાવનગર 81 360
ગોંડલ 71 416
જેતપુર 121 321
વિસાવદર 64 146
અમરેલી 100 400
મોરબી 100 400
દાહોદ 200 300

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 03/12/2022 શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 166 442

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment