નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1874, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. સીંગતેલ લુઝનાં ભાવ સ્ટેબલ છે અને સામે સારી ક્વલિટીની મગફળી ઓછી આવે છે, જેને પગલે બજારો વધ્યા છે. રાજકોટમાં મગફળીનાં ભાવમાં રૂ. 15થી 20નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલ અને સીંગદાણાની બજાર ઉપર જ મગફળીનાં ભાવનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે સોમવારથી મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર સૌની નજર છે. આવકો વધે તો પણ બહુ વધારો થાય તેવું લાગતું નથી. બીજી તરફ આ વર્ષે નાફેડ પાસે મગફળી પડી નથી અને પાક ઓછો છે, પરિણામે લાંબા ગાળે સ્ટોકિસ્ટોનાં માલ ઉપર જ બજારો ચાલશે, પરિણામે અત્યારે મગફળીમાં કોઈ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18237 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3914 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1431 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 16000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1800 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21025 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1720 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1431 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1874 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1325
અમરેલી 1056 1301
કોડીનાર 1075 1223
સાવરકુંડલા 1102 1311
જેતપુર 971 1311
પોરબંદર 1005 1230
વિસાવદર 864 1346
મહુવા 1100 1406
ગોંડલ 800 1311
કાલાવડ 1050 1385
જુનાગઢ 900 1300
જામજોધપુર 1000 1270
ભાવનગર 1160 1259
માણાવદર 1305 1306
તળાજા 1075 1292
હળવદ 1100 1431
જામનગર 900 1225
ભેસાણ 880 1254
ખેડબ્રહ્મા 1125 1125
સલાલ 1200 1410
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/12/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1235
અમરેલી 1030 1235
કોડીનાર 1120 1363
સાવરકુંડલા 1028 1221
જસદણ 1075 1300
મહુવા 1001 1336
ગોંડલ 910 1271
કાલાવડ 1100 1327
જુનાગઢ 900 1555
જામજોધપુર 1000 1180
ઉપલેટા 1050 1300
ધોરાજી 791 1251
વાંકાનેર 940 1351
જેતપુર 950 1281
તળાજા 1250 1846
ભાવનગર 1140 1874
રાજુલા 1051 1253
મોરબી 1074 1470
જામનગર 1000 1800
બોટાદ 1080 1185
ધારી 1166 1261
ખંભાળિયા 900 1244
પાલીતાણા 1115 1225
લાલપુર 1000 1516
ધ્રોલ 920 1228
હિંમતનગર 1100 1720
પાલનપુર 1100 1366
તલોદ 1020 1645
મોડાસા 1000 1560
ટિંટોઇ 1020 1430
ઇડર 1255 1783
ધનસૂરા 1000 1200
થરા 1170 1298
વડગામ 1121 1270
કપડવંજ 900 1200
શિહોરી 1125 1265
ઇકબાલગઢ 1146 1421
સતલાસણા 1050 1308

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment