આજે ડુંગળીના ભાવમાં જોરદાર તેજી; આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 09/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મિશ્ર માહોલ છે. નવી ડુંગળીમાં મહુવામાં મણે રૂ. 25 થી 30નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ જેમ-જેમ આવક વધશે તેમ બજારમાં ફેરફાર જોવા મળી શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/01/2023 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 12000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 260 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 70110 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 95 થી 315 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 55817 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.100 થી 311 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 38400 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71 થી 281 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/01/2023 ને શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 14276 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 140 થી 269  સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/01/2023 ને શનિવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 269 સુધીનો બોલાયો હતો.

 લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 07/01/2023 શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 80 260
મહુવા 95 315
ભાવનગર 100 311
ગોંડલ 71 281
જેતપુર 101 246
વિસાવદર 34 206
તળાજા 140 251
અમરેલી 80 260
મોરબી 100 300
પાલીતાણા 125 265
અમદાવાદ 120 320
દાહોદ 100 400
વડોદરા 160 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 07/01/2023 શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 200 221
મહુવા 140 269
ગોંડલ 131 236
તળાજા 133 140

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “આજે ડુંગળીના ભાવમાં જોરદાર તેજી; આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 09/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ”

Leave a Comment