ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત્: આજનો ઉંચો ભાવ રૂ. 400, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં સરેરાશ મણે રૂ. 20થી 30નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં બજારમાં મોટી લેવાલી આવે તેવા સંજોગો નથી, પરંતુ આવકો વધશે તેમ બજારો દબાશે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 45થી 280 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 34343 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 73થી 332 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 4379 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 291 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 36254 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 326 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 4705 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 109થી 351 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 292 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 12/12/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 45 280
મહુવા 73 332
ભાવનગર 80 291
ગોંડલ 71 326
જેતપુર 101 291
વિસાવદર 64 166
ધોરાજી 50 241
અમરેલી 60 300
મોરબી 100 340
અમદાવાદ 100 320
દાહોદ 200 300
વડોદરા 100 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 12/12/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 135 292

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment