નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1729, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે મજબૂતાઈ જોવા મળી રહી છે અને ભાવમાં સોમવારે સરેરાશ મણે રૂ.15થી 20નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી વધે તેવા ચાન્સ નથી, પરિણામે બજારો સારા રહે તેવી ધારણાં છે.

મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સીંગતેલની બજારો સોમવારે સારી હતી અને સીંગદાણાનાં ભાવ ગત સપ્તાહથી સતત વધી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં સુધારો હતો. વળી મગફળીનાં ભાવમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને પિલાણ થઈ શકે તેવી સારી મગફળીની આવકો ઓછી છે. તેલની ટકાવારી ઘટી હોવાથી સારા માલમાં અત્યારે ડિમાન્ડ છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17720 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 815થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1290 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  1000થી 1455 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 13885 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1683 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/12/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1440 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1729 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1365
અમરેલી 870 1282
કોડીનાર 1110 1236
સાવરકુંડલા 1200 1307
જેતપુર 971 1301
પોરબંદર 1025 1245
િવસાવદર 894 1316
મહુવા 1115 1247
ગોંડલ 815 1321
કાલાવડ 1050 1331
જુનાગઢ 1000 1366
જામજોધપુર 900 1290
ભાવનગર 1241 1314
માણાવદર 1325 1330
તળાજા 1200 1343
હળવદ 1101 1432
જામનગર 900 1270
ભેસાણ 800 1260
ખેડબ્રહ્મા 1100 1100
સલાલ 1140 1440
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/12/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1245
અમરેલી 1056 1355
કોડીનાર 1140 1369
સાવરકુંડલા 1151 1301
જસદણ 1100 1325
મહુવા 1093 1310
ગોંડલ 920 1301
કાલાવડ 1150 1236
જુનાગઢ 1050 1220
જામજોધપુર 900 1230
ઉપલેટા 1035 1260
ધોરાજી 901 1211
વાંકાનેર 1000 1419
જેતપુર 941 1281
તળાજા 1275 1605
ભાવનગર 1131 1665
રાજુલા 800 1240
મોરબી 800 1452
જામનગર 1000 1455
બાબરા 1126 1264
બોટાદ 1000 1225
ધારી 1001 1251
ખંભાળિયા 950 1301
પાલીતાણા 1140 1231
લાલપુર 955 1159
ધ્રોલ 960 1238
હિંમતનગર 1100 1683
પાલનપુર 1110 1328
તલોદ 1020 1635
મોડાસા 1000 1554
ડિસા 1151 1311
ટિંટોઇ 1001 1400
ઇડર 1255 1729
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1345
ભીલડી 1150 1321
થરા 1170 1294
દીયોદર 1100 1250
વીસનગર 1041 1201
માણસા 1050 1320
વડગામ 1225 1280
કપડવંજ 900 1200
શિહોરી 1105 1285
ઇકબાલગઢ 1101 1255
લાખાણી 1170 1260

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment