ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ યથાવત: આજનો ઉંચો ભાવ રૂ. 360, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ નીચી સપાટી પર અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો વધવી જોઈએ, પંરતુ બજારો નીચા હોવાથી આવકો વધતી નથી. ખરીફ અને લેઈટ ખરીફ ડુંગળીની સરકારે કુલ 25 હજાર ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પંરતુ ગુજરાતમાંથી ખાસ ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી. સરકાર ગુજરાતમાંથી સક્રીય રીતે ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 10400 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 140થી 315 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 28553 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 68થી 314 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 7457 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 85થી 340 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 26672 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 281 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 3639 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 319 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 360 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 319 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 19/12/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 140 315
મહુવા 68 314
ભાવનગર 85 340
ગોંડલ 71 281
જેતપુર 71 246
વિસાવદર 53 171
ધોરાજી 70 271
અમરેલી 60 100
મોરબી 100 300
અમદાવાદ 100 320
દાહોદ 160 240
વડોદરા 100 360

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 19/12/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 210 211
મહુવા 150 319
ગોંડલ 76 246

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment