નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1720, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. સીંગદાણામાં નોન સ્ટોપ તેજી હોવાથી સારી ક્વોલિટીની બોલ્ડ મગફળીનાં ભાવમાં સરેરાશ મણે રૂ. 10નો સુધાર હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં બ્રોકરો કહે છેકે હાલમાં વેચવાલી ઓછી છે અને જે માલ આવે છે તેમાં સારો માલ બહુ ઓછો છે. મગફળીનો પાક સિઝનની શરૂઆતમાં 28થી 30 લાખ ટન માનતા હતા, તેવો હવે કહે છે કે પાક 22થી 24 લાખ ટન વચ્ચે માંડ આવે તેવી ધારણાં છે. આ વર્ષે પાકનાં અંદાજો ઊંચા આવ્યાં હતા પંરતુ પાક ઘણો નીચો હોવાથી અત્યારે તેનો ખાંચો દેખાય છે અને સારા માલની આવકો નથી. જે ખેડૂતો પાસે માલ પડ્યો છે તેઓ નીચા ભાવથી મગફળી વેચાણ કરવા માટે તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16560 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7417 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 940થી 1301 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8892 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1680 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 19/12/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1720 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1716 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 19/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1365
અમરેલી 830 1330
કોડીનાર 1100 1292
સાવરકુંડલા 1195 1339
જેતપુર 975 1336
પોરબંદર 1060 1260
વિસાવદર 925 1371
મહુવા 1182 1478
ગોંડલ 825 1361
કાલાવડ 1050 1380
જુનાગઢ 1000 1401
જામજોધપુર 900 1350
ભાવનગર 1300 1363
માણાવદર 1335 1336
તળાજા 1200 1412
હળવદ 1075 1393
જામનગર 900 1325
ભેસાણ 700 1300
ખેડબ્રહ્મા 1100 1100
સલાલ 1200 1525
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 19/12/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1250
અમરેલી 800 1255
કોડીનાર 1170 1460
સાવરકુંડલા 1101 1246
જસદણ 1150 1325
મહુવા 1132 1402
ગોંડલ 940 1301
કાલાવડ 1150 1366
જુનાગઢ 1000 1319
જામજોધપુર 950 1220
ઉપલેટા 1090 1310
ધોરાજી 806 1246
વાંકાનેર 1050 1373
જેતપુર 951 1376
તળાજા 1250 1480
ભાવનગર 1120 1585
રાજુલા 1151 1275
મોરબી 690 1452
જામનગર 1000 1340
બાબરા 1147 1303
બોટાદ 1000 1285
ખંભાળિયા 950 1400
લાલપુર 1050 1205
ધ્રોલ 1000 1290
હિંમતનગર 1100 1680
પાલનપુર 1170 1410
તલોદ 1000 1640
મોડાસા 1000 1596
ડિસા 1211 1327
ટિંટોઇ 1050 1425
ઇડર 1240 1720
ધનસૂરા 1000 1200
ધાનેરા 1200 1390
ભીલડી 1191 1322
થરા 1266 1309
દીયોદર 1100 1310
માણસા 1160 1250
વડગામ 1222 1311
કપડવંજ 900 1200
ઇકબાલગઢ 1157 1200
સતલાસણા 1165 1268

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment