ડુંગળીના ભાવમાં આવી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 420, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં તેજીનો દોર આવ્યો છે અને ભાવમાં સરેરાશ મણે રૂ. 25નો સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીની આવકો અત્યારે ધારણાંથી ઓછી આવી રહી છે અને જોઈએ એટલી વધતી પણ નથી. બીજી તરફ ડુંગળીનાં અત્યારે નિકાસ વેપારો પણ થોડા થઈ રહ્યા છે, જેને કારણે બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપારો કેવા થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 15000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 325 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 34314 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 397 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 28188 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 130થી 407 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 35100 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 371 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 10883 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 166થી 360 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 420 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 360 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 26/12/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 100 325
મહુવા 80 397
ભાવનગર 130 407
ગૉંડલ 100 371
જેતપુર 91 311
વીસાવદર 53 271
ધોરાજી 100 356
મોરબી 100 300
અમદાવાદ 180 400
દાહોદ 160 240
વડોદરા 160 420

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 26/12/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 167 292
મહુવા 166 360
ગોંડલ 141 311

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment