ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી તારીખ 25 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યના વિસ્તારોમાં વાવણી લાયક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.
જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની આગાહી અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 જૂન થી લઈને 3 જુલાઈ સુધી ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, આણંદ પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવીએ કે આગામી 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ધોધમાર વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરશે તેવી હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.