અંબાલાલ પટેલની મોટી આગાહી; રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે 16મી જુલાઈ સુધી હવામાન સામાન્ય રહેવાની આગાહી કરી છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ત્યાર બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે એવી પણ આગાહી કરવામાં આવી છે.

આજથી 18 જુલાઈ સુધીમાં જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી કચ્છ તથા ઉત્તર ગુજરાત અને લાગુ મધ્ય ગુજરાતમાં હળવા, મધ્યમ ઝાપટાં તેમજ એકલ દોકલ વિસ્તારમાં હળવો / મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોને વધુ લાભ 19થી 22 જુલાઈ સુધીમાં મળશે જેમાં હળવો, મઘ્યમ તેમજ ભારે વરસાદની શક્યતા છે.

બાકી રહેલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ લાગુ મધ્ય ગુજરાતમાં આજથી 16 જુલાઈ દરમિયાન હળવો, મધ્યમ તેમજ ભારે વરસાદની શક્યતા રહેશે.

23થી 30 જુલાઈમાં ગુજરાતમાં એક સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી પ્રબળ શક્યતા રહેલી છે. આ આગોતરું એંધાણ છે એટલે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો આવતી કાલે 15 તારીખે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના કેટલાક વિસ્તારોમાં રેડાં ઝાપટા પડી શકે છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.

વધુમાં અંબાલાલ પટેલ જણાવ્યું કે, 20થી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment