નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદ રહેશે. તેમજ બે દિવસ છુટો છવાયો વરસાદ રહેશે. આ સાથે હવે 17 જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ હવે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરી વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ તો ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપીમાં વરસાદ થવાની શક્યતા છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
વધુમાં અંબાલાલ પટેલ જણાવ્યું કે, 20થી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.