Arabian Sea Heavy Deployment: વરસાદની સિસ્ટમ આજે સૌરાષ્ટ્ર ઉપર છવાઈ રહી છે અને આ સિસ્ટમ આવતી 24 કલાક સુધી સક્રિય રહેશે. આ એક UAC કરતા મજબૂત એક અઘોષિત લૉ પ્રેશર કહી શકાય તેવી સિસ્ટમ છે જેની અસર હેઠળ 28 જુનની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક ક્યાંક અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય.
સિસ્ટમ ઉતર પશ્ચિમ દિશામાં ખૂબ ધીમી ગતિએ ચાલે તેવું છે જેથી સિસ્ટમના લોકેશન મુજબ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ગિર સોમનાથ અને જૂનાગઢ, મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો અને ત્યારબાદ સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર થશે.

આવતી 24 કલાક ખૂબ તીવ્ર ગાજવીજ થવાની પણ સંભાવના હોય ખેડૂતમિત્રોએ વીજળી થતી હોય ત્યારે ખેતરમાં જવાનું ટાળવું. આગળ ખાસ અપડેટ આવતી રહેશે તો પેજ સાથે જોડાયેલા રહેજો.
ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો તથા તેને લાગુ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે તે પ્રમાણે તે વિસ્તારમાં કાલે ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
Arabian Sea Heavy Deployment: આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર અને દ્વારકામાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
આ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો આ જિલ્લાઓને લાગુ અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા બની શકે છે નહિ તો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.
તેમજ બાકી રહેલ ભાવનગર અને બોટાદ જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.
કચ્છમાં પણ સાંજ/રાત્રી આસપાસ અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી અપડેટ અનુસરવી.