Ashokbhai Patel Forecast: ગરમી બફારાથી લોકો ત્રસ્ત બની ગયા છે ત્યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પુરેપુરી શક્યતા છે. એકથી વધુ વરસાદના રાઉન્ડ આવે તેવી સંભાવના છે.
૩૦ જુન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ-અલગ વિસ્તારોમાં ઝાપટાથી લઈ હળવા, મધ્યમ, ભારે તો આઇસોલેટેડ વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
અશોકભાઈ પટેલે જણાવ્યું કે, હાલ વરસાદ થવાના પરિબળો અને સ્થિતિ જોઇએ તો ઓડિશા અને પૂર્વ બંગાળની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમયમાં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં બહોળું સરકયુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્રમાં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે.

Ashokbhai Patel Forecast: યુએસી મુખ્ય લેવલ 850 એચપીએ અને 700 એચપીએ, ક્યારેક ઇસ્ટ વેસ્ટ સીઆર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 એચપીએ ભારતના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના સંજોગો થયા છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 23થી 30 જૂન 2024 સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં સારો વરસાદના રાઉન્ડની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે.
અમુક દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આગાહીના અમુક દિવસમાં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં વધુ ભારે વરસાદની શક્યતા છે. આગાહી સમયમાં અમુક ટાઈમ પવનનું જોર વધુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવેલ કે, જૂન મહિનામાં 22-06-2024 સુધીમાં ગુજરાત રાજયના 169 તાલુકામાં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 મી. મી. થી 50 મી. મી. વરસાદ, 22 તાલુકામાં 51 મી. મી. થી 125 મી. મી. અને 5 તાલુકામાં 125 મી. મી. થી વધુ વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં 22 જૂન 2024 સુધીની વરસાદની પરિસ્થિતિ જોઇએ તો કચ્છમાં 5 મી. મી. સરેરાશ વરસાદ, સૌરાષ્ટ્રમાં 20 મી.મી. સરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદના જિલ્લા દેવભૂમિ દ્વારકા 86 મી.મી., પોરબંદર 39 મી. મી., અમરેલી 35 અને ભાવનગર 34 મી.મી. વરસાદ નોંધાયેલ છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.