ATM Cash Withdrawal Rules: ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે! 1લી મેથી લાગુ થશે નવા નિયમો…

WhatsApp Group Join Now

ATM Cash Withdrawal Rules: જો તમે ATM માંથી પૈસા ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે.

આગામી સમયમાં ATM ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે, જે 1 મે 2025થી લાગુ થશે.

નવા નિયમો મુજબ:

  • રોકડ ઉપાડ માટેની ફી: 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા થશે. (2 રૂપિયાનો વધારો)
  • બેલેન્સ ચેક માટેની ફી: 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા થશે. (1 રૂપિયાનો વધારો)

સૂત્રોના જણાવ્યા મુજબ, વ્હાઇટ-લેબલ ATM ઓપરેટરોએ ફી વધારવાની માંગણી કરી હતી, કારણ કે હાલની ફી પર તેમના માટે કામગીરી કરવી મુશ્કેલ બની હતી. બેંકો પણ પોતાના ખર્ચમાં ઘટાડા માટે આ વધારાને લાગુ કરી રહી છે, જેના કારણે ગ્રાહકો માટે ATM સેવા મોંઘી બનશે.

ઈન્ટરચેન્જ ફી શું છે?

ATM ઇન્ટરચેન્જ ફી એ ચાર્જ છે, જે એક બેંક બીજી બેંકને ચૂકવે છે, જ્યારે તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરો છો. આ ફી વ્યવહારનો એક ભાગ છે અને ઘણીવાર ગ્રાહકના બિલમાં ઉમેરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 13 માર્ચે બેંકોને આ બદલાવ વિશે જાણકારી આપી હતી. NPCIએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી ફી વધારવાની મંજૂરી માંગી હતી, જેને હવે મંજૂરી મળી ગઈ છે.

WhatsApp Group Join Now

Leave a Comment