Cyclonic Circulation Rain: GFS મોડેલના આજે 11:30 વાગ્યાના સરફેસ લેવલ વિન્ડ ફોરકાસ્ટ ચાર્ટ મુજબ અરબસાગરમાં રહેલું અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે છવાઈ રહ્યું છે, એક અઘોષિત લૉ પ્રેશર પણ કહી શકાય.
સર્ક્યુલેશનની અસરથી આજે સૌરાષ્ટ્રના અમરેલી, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને સૌરાષ્ટ્રના આ સિવાય પણ કેટલાક વિસ્તારમાં અતિ તીવ્ર થન્ડરસ્ટોર્મ બની શકે અને અમુક સ્થળે ભારે વરસાદની પણ શક્યતા છે, ચાર્ટમાં ફેરફાર થાય તો આગાહીમાં પણ ફેરફાર થઈ શકે તે ખાસ ધ્યાનમાં લેવું.

Cyclonic Circulation Rain: અરબીસમુદ્ર વાળુ UAC સૌરાષ્ટ્રના કાંઠે દિવ નજીક પહોંચી ગયુ છે જેની અસરથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આવતા 48થી 72 કલાકમાં મધ્યમથી થોડો ભારે વરસાદની શકયતા રહેલી છે.
હાલની દ્રષ્ટિએ આવો અમુક વિસ્તાર ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લો તથા બંનેને લાગુ આસપાસના બધા જિલ્લાના ભાગો તરફ વધુ શકયતા દેખાઈ છે. પરંતુ UAC ચાલતા ચાલતા સહેજ પણ આમ તેમ દિશા કરે તો જણાવેલ વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર બાજુ પણ શિફ્ટ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે એટલે 26 જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જયારે અન્ય જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
આ સિવાય હવામાન વિભાગે 27 અને 28 જૂને નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, ભરૂચ અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 29 અને 30 જૂને રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.