આ લોકોનું PPF-SSY અકાઉન્ટ થઈ જશે બંધ! 31 માર્ચ પહેલાં આ કામ પતાવી લો…

WhatsApp Group Join Now

માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં તમારે તમારા પૈસા સંબંધિત ઘણા કાર્યો પૂરા કરવાના છે. જો તમે પણ ટેક્સ બચાવવા માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પૈસા રોક્યા છે, તો 31મી તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

31મી માર્ચ છેલ્લી તારીખ

જો તમે 31 માર્ચ સુધીમાં આ સ્કીમમાં પૈસા જમા કરાવ્યા નથી, તો પણ તમારી પાસે સમય છે. તમારે આ કામ તરત જ કરવું જોઈએ. જો તમે 31મી તારીખ સુધીમાં પૈસા જમા નહીં કરાવો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ સાથે તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.

500 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ જરૂરી

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રૂલ્સ 2019 મુજબ, PPF ખાતાધારકોએ ખાતામાં દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરાવો તો તમારું PPF ખાતું બંધ થઈ જશે.

50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે

તમે તમારું બંધ પીપીએફ એકાઉન્ટ ફરીથી શરૂ કરી શકો છો, પરંતુ આ માટે તમારે દર વર્ષે 50 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. આ ઉપરાંત ન્યૂનતમ ડિપોઝીટ પણ કરવી પડશે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું બંધ થઈ જશે?

તમારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે નાણાકીય વર્ષના અંત સુધી આ રોકાણ નથી કરતા, તો તમારે દર વર્ષે 50 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

WhatsApp Group Join Now

Leave a Comment