શું ખોરાક ખાધા પછી પેટમાં બને છે ગેસ? તો ખાધા પછી આ મુખવાસ ખાવાથી મળશે રાહત…

WhatsApp Group Join Now

Health News: ખોરાક ખાધા પછી તમને વારંવાર પેટમાં ગેસ (Gas) થાય છે. આ 3 મુખવાસ ખાવાથી પેટના ગેસથી રાહત મળી શકે છે. કહેવાય છે કે શરીરમાં મોટાભાગના રોગ થવા પાછળનું કારણ તેની પેટની સમસ્યા હોય છે. પેટ (Stomach) ખરાબ થવાના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે.

આજકાલ કેટલાક લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યાથી હેરાન થતા રહે છે. ખોરાક ખાધા પછી તરત જ પેટમાં ગેસ બનવા લાગે છે, જેનાથી રાહત મેળવવા માટે લોકો ગેસ કે અપચાની દવાનું સેવન કરે છે.

પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી આંતરડા (Intestine) પર ગંભીર અસર પડે છે. જો તમને ભોજન (Food) કર્યા પછી પેટમાં ગેસ બનવાની સમસ્યા ઉદ્ભવતી હોય તો તમે આ મુખવાસ ખાઈ શકો છો.

અજમો, જીરું અને વરિયાળીનું સેવન

અજમો, જીરું અને વરિયાળીનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થઇ શકે છે. આ ત્રણેય મુખવાસ પાચનક્રિયા (Digestion System) મજબૂત કરે છે. જમ્યા પછી આ મુખવાસ ખાવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

અજમો ખાવાના ફાયદા

અજમામાં ઘણા પોષકતત્વો (Nutrition) રહેલા હોય છે જે પાચનને સારૂ બનાવે છે. અજમાનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. અજમામાં બળતરા વિરોધી, એન્ટિ-સ્પેસ્મોડિક ગુણધર્મો જોવા મળે છે જે પેટના સોજાને ઘટાડી શકે છે. અજમો ખાવાથી પેટનું ઇન્ફેકશન (Infection) દૂર થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જીરું ખાવાના ફાયદા

જીરામાં થાઇમોલ જોવા મળે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જીરાનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. જીરામાં એન્ટી-ફ્લેટ્યુલેન્સ ગુણ જોવા મળે છે જે પેટનું ફૂલવું, જેવી સમસ્યાને દૂર કરી શકે છે.

વરિયાળીના ફાયદા

વરિયાળીનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલ ગંદકી સાફ થઇ જાય છે. વરિયાળીનું સેવન કરવાથી આંતરડાને રાહત મળે છે, જે આંતરડાને મજબૂત બનાવે છે અને પેટનું ફૂલવાની સમસ્યાને દૂર કરી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment