સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સવારે ઊઠતાની સાથે પાણી પીવું (Drink Water) સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પણ જો તમે જરૂર કરતાં વધારે પાણી પીતા હોવ, તો એ વિપરીત પરિણામ આપી શકે છે.
ઘણા લોકો 3-4 ગ્લાસ પાણી એકસાથે પી લે છે, જેને તેઓ હેલ્ધી (Healthy) માને છે. પણ એ આદતથી થાક, નબળાઈ, માથાનો દુ:ખાવો અને કિડની (Kidney) પર સોજો આવવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ખાલી પેટે પાણી પીવું
વડીલોથી ડોક્ટર સુધી બધા સવારે ખાલી પેટ પાણી પીવાની સલાહ આપે છે. આ એક સારી આદત છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચન સારી રીતે થાય છે, મેટાબોલિઝમ ઝડપી અને ત્વચાની સમસ્યા દૂર થાય છે.

આ સાથે સાથે વજન ઘટાડવામાં અને શરીરમાં ઝેરી તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘણા બધા લોકો ખાલી પેટ જરૂર કરતાં વધારે પાણી પી લેતા હોય છે, તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે.
સોડિયમનું અસંતુલન
ખાલી પેટ બહુ વધારે પાણી પીવાથી શરીરમાં સોડિયમ (Sodium)નું અસંતુલન થઇ શકે છે. આ સમસ્યાને હાયપોનેટ્રેમિયે કહેવાય છે, જેમાં શરીરના કોષો પર સોજો થાય છે અને મગજ પર અસર થઇ શકે છે. સોડીયમ એસંતુલન કારણે માથામાં દુખાવો, મંઝવણ, નબળાઇ, ઉબકા અને બેભાન જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.
કિડની પર પ્રેશર
કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. જો તમે બહુ વધારે પાણી એકસાથે પીતા હોવ તો તે કિડની પર વધારે દબાણ લાવી શકે છે. કિડની સવારે ધીમે-ધીમે સક્રિય થાય છે, આ સમયે જરૂરત કરતા વધુ પાણી પીવાથી, કિડની અચાનક સક્રિય થઇ જાય છે, જેનાથી એની કામગીરી પર અસર પડે છે.
બ્લોટિંગ અને ગેસની સમસ્યા
ઘણા બધા લોકો સવારે ખાલી પેટ ખૂબ પાણી પીવાથી પેટ ફુલવું અથ ગેસની સમસ્યા થઇ શકે છે. ખાસ કરીને જયારે તમે ઠંડુ પાણી પીવો છો, ત્યારે પાચનતંત્રને આંચકો આવે છે અને અસંતુલન પેદા કરી શકે છે. તેનાથી પેટમાં ભારે પણ, ઓડકાર અને અપચો થઈ શકે છે.
હ્રદયનાં ધબકારા અને બ્લડ પ્રેશરની વધઘટ થવી
એકસાથે વધારે પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે, જેની સીધી અસર હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શરીરના અન્ય અંગોની જેમ હૃદય પણ સવારમાં ધીમે ધીમે સક્રિય થાય છે. તે સમયે વધારે પાણી પીવાથી અચાનક બ્લડ પ્રેશર વધી જાય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે અથવા વ્યક્તિ પડી પણ જાય છે.
ડિહાઇડ્રેશનથી જોખમ
એકસાથે વધુ પાણી પીવાથી ડિહાઈડ્રેશન(Dehydration)નું જોખમ પણ વધી શકે છે. આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે. પરંતુ વધુ પડતું પાણી પીવાથી શરીર તેને ઝડપથી બહાર કાઢે છે, જેના કારણે જરૂરી મિનરલ્સ અને પાણી પણ શરીરમાંથી નીકળી જાય છે. આ ડિહાઇડ્રેશનનું જોખમ કરી શકે છે.
સવારે કેટલું પાણી પીવુ જોઇએ?
નિષ્તાણાના અનુસાર, સવારે ઉઠતાની સાથે 250 થી 500 મિલીલીટર પાણી પીવું શ્રેષ્ઠ છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ધીમે ધીમે બે-ત્રણ વખત પી શકો છો. હૂંફાળું પાણી પીવું એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, જે પાચનમાં સુધારો કરે છે અને શરીરને ધીમે ધીમે સક્રિય કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










