રાજ્યમાં ચોમાસાના પ્રારંભ થયા બાદ મેઘમહેર જોવા મળી રહી છે.આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય હોવાથી સૌરાષ્ટ્રમાં 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખે 16 અને 17 જૂન માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.
કયા કયા જિલ્લામાં થઈ શકે વરસાદ?
15 જૂન, 2022 ની આગાહી: 15 જૂનની આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 જૂન, 2022 ની આગાહી: 16 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 જૂન, 2022 ની આગાહી: 17 જૂને અમદાવાદ, ભરૂચ, સુરત, વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં જૂન મહિનાના અંત સુધીમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પ્રિ મોનસૂનની ગતિવિધિઓ શરૂ ગઈ છે. 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનુ આગમન થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 જૂન સુધી ચોમાસાનુ આગમન થશે. તો 25 જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ચોમાસું આવરી લેશે. જેમાં કચ્છમાં મહિનાના અંત સુધી ચોમાસું પહોચે તેવી આગાહી કરાવામાં આવી છે.
વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.