મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો નવા ભાવ

WhatsApp Group Join Now

સતત વધતી મોંઘવારી વચ્ચે થોડાક રાહતના સમાચાર મળ્યાં છે. 1લી ઓગસ્ટ એટલે કે આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર છે.

આજથી (1 ઓગસ્ટ) કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓગસ્ટના પ્રથમ દિવસે લોકોને સારા સમાચાર મળ્યા છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી
નોંધનીય છે કે અગાઉ જુલાઈ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે છેલ્લાં કેટલાક સમયથી ગેસ કંપનીઓ મહિનાની વચ્ચે કોઈપણ તારીખે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી રહી છે.

6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજીની ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઊર્જાના ભાવ ઊંચા સ્તરે પહોંચવા સાથે મે મહિના પછી એલપીજીના ભાવમાં આ ત્રીજો વધારો હતો. આ પહેલા 7 મેના રોજ સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 22 માર્ચે પણ પ્રતિ સિલિન્ડરના ભાવમાં આટલો જ વધારો કરવામાં આવ્યો હતો.

જો તમે સિલિન્ડરના સત્તાવાર દર (ભાવ) જોવા માંગતા હો, તો તમે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને ચકાસી શકો છો. આ સિવાય, તમે આ લિંક https://www.iocl.com/pages/indane-cooking-gas-overview પર સીધા જ ગેસ સિલિન્ડરની કિંમત તપાસી કરી શકો છો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment