બંગાળની ખાડી લાવી હરખની હેલી: ઉપરા ઉપરી ત્રણ લો-પ્રેશર બનશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

મિત્રો હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે થોડો વિરામ લીધો છે. જેના કારણે આગામી 5 – 6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે અને કોઈક જગ્યાએ સામાન્ય છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

કોલા વેધરના હવામાન મોડેલ પ્રમાણે 8થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જો કે 8થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પણ વરસી શકે છે.

રાજ્યમાં 5 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધતું જશે. તેમજ 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

જો કે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેના લીધે 13,14 અને 15 તારીખમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. તેમજ બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ આજુબાજુ ગૂજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

આમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 3 ઓગસ્ટ પછી ચાલુ થઈ શકે છે. 3 ઓગસ્ટથી પાંચ-છ તારીખ સુધી સામાન્ય હળવો વરસાદ રહેશે.

ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. આવનાર રાઉન્ડ લાંબો ચાલે તેવું વેધર મોડલો જણાવી રહ્યા છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી લઈ અને 15-20 ઓગસ્ટ સુધીમાં ત્રણ લો-પ્રેસર બને તેવી પૂરી શક્યતા છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment