આગામી બે દિવસ ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Gujarat Monsoon Forecast: હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ બે દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. માત્ર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નહીં.

મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નહીં, તાપમાન યથાવત રહેશે.

બે દિવસ ક્યાં ક્યાં વરસાદની આગાહી?

ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. તો આવતી કાલે 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે.

દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે.

રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. આ સાથે જ વાવણીલાયક વરસાદ પણ હજુ નથી પડ્યો. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી. જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.

ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment